________________
(૨૯૨)
યોગ્ય વ્યવસ્થા કરવી શરૂ કરી. અપરાધીને દંડ આપવા માટે હા ! અથવા અરે ! શબ્દનો પ્રયોગ તે વખતના અપરાધીને સખત શિક્ષા માટે યોગ્ય નિવડે. “હા ! તે આ શું કર્યું ?” આટલા શબ્દોથી પિતાને મહાન શિક્ષા થઈ તેમ તેઓ સમજતા હતા. કેટલાક વખત જવા બાદ તે શિક્ષા ઓછી ગણાવા લાગી. તેને અનાદર કરી લે કો અપરાધ વિશેષ કરવા લાગ્યા. ત્યારે મેટી શિક્ષા તરીકે મા ! આ શબ્દ વાપરે શરૂ કર્યો. “ફરી આવું કદી ન કરશે” કાળક્રમે જ્યારે લોકો, આ નીતિને પણ ન ગણકારવા લાગ્યા ત્યારે ઉત્કૃષ્ટ શિક્ષા તરીકે “ધિકાર” શબ્દ યોજાયો. આમ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ અપરાધ હા, મા અને ધિક્કાર. આ દંડ. નીતિ વપરાતી હતી.
આ અરસામાં તે યુગલિકોમાં નાભી રાજા અને મારૂદેવાનું યુગલ ઉત્પન્ન થયું. તેમના વખતમાં યુગલિકાની સ્થિતિમાં વિશેષ ફેરફાર થતો રહ્યો. તેમણે રીષભદેવજી અને સુમંગલાના યુગ્મ(જોડલા) ને જન્મ આપે. આ જન્મ યુગલિક રિવાજથી વિપરીત હતો, કેમકે યુગલિકો પિતાના મરણની છેલ્લી અવસ્થામાં પુત્ર પુત્રીના યુગ્મને જન્મ આપતા હતા ત્યારે આ રીષભદેવજીના પ્રસંગમાં તેથી વિપરીત બન્યું હતું. અર્થાત યુવાવસ્થામાં જ મારૂદેવાજીએ રીષભદેવજીને જન્મ આપ્યો હતો.
રીષભદેવજી પાછલા જન્મના પૂર્ણ સંસ્કારી, મહાન યોગી, હતા, તેથી પાછલા અનેક જન્મને જ્ઞાન સાથે (અવધિજ્ઞાન સહિત) તેમને જન્મ થયો હતો. આ જ્ઞાનબળથી તેમણે યુગ. લિકાની અજ્ઞાન દશામાં મોટો ફેરફાર કરી, તેઓને યોગ્ય યાને લાયક બનાવ્યા.
તે વખતમાં કલ્પવૃક્ષોમાંથી મળતો ખેરાક વિગેરે પાક બંધ થયો હતો. લોકો ભૂખે મરતા હતા. સહજસાજ પાક થતો તે બળવાન લોક લઈ જતા અને નબળા દુખી થતા હતા. આ યુગલિકોના દુઃખને રીષભદેવજીએ અંત આણ્યો.