________________
(૨૯૧)
થઈ શકે તેવી વસ્તુઓ તેઓ મેળવી શક્યા હતા. કલ્પવૃક્ષનાં ફળાથી શરીરને નિર્વાહ ચાલતે હલે. લોભ વિશેષ ન હોવાથી હથિયાર બાંધવાની તેઓને જરૂર પડતી ન હતી. તેમજ સર્વે સંતોષી હોવાથી વ્યવહાર પ્રપંચની જાળવાળી લેખિનીની પણ તેઓને જરૂરિયાત ન હતી.
આવો વખત આ ભારતભૂમિ ઉપર ઘણું લાંબા કાળ પર્યત ચાલ્યો, જેની એકંદરે સંખ્યા અઢાર કોડાકોડી સાગરોપમ જેટલી મેટી હતી.
આ અરસામાં તેઓમાં પાપકૃત્તિ તેમજ ધર્મવૃત્તિ બને નહિં 'જેવી જ હતી. આ યુષ્યના છેલ્લા ભાગમાં તેમની સ્ત્રી એક પુત્ર, પુત્રીના યુગલને જન્મ આપતી હતી. તે યુગલનું અમુક ટૂંકા વખત સુધી પાલન-પોષણ કરી, બન્ને દંપતી મરણ પામી દેવભૂમિમાં જઈ વસતાં હતાં. યુગલપણે ઉત્પન્ન થયેલ પુત્ર, પુત્રી આપસમાં સ્ત્રીપુરુષનો વ્યવહાર ચલાવતા હતા. વિવાહ સંબંધી નીતિ તેઓમાં બીલકુલ ન હતી. તેઓમાં અકાળ મરણ પણ થતાં ન હતાં અને એક જ સ્ત્રી-પુરૂષ આપસમાં સંતેષથી સંસારનિર્વાહ કરતા હતા.
વખતના વહેવા સાથે તેઓમાં રાગદ્વેષની સ્થિતિ વૃદ્ધિ પામવા લાગી. તે વખતના લેકોની બુદ્ધિબળના પ્રમાણમાં કાંઈક અધિક બુદ્ધિવાળા તેઓના રાજા તરીકે મનાતા હતા. રાજાદિ અધિકારોપણું પણ તે યુગલિકોના ઘણા પાછલા વખતમાં જ ઉત્પન્ન થયું હતું. તે પહેલાં તે લોકો તદ્દન સ્વતંત્ર હતા. તેમ તેઓને તેવી જરૂરીચાત પણ ન હતી.
જેમ જેમ રાગદ્વેષની અધિકતા થતી ચાલી તેમ તેમ કલ્પવૃક્ષોમાંથી મેળવી શકાતા આહારાદિ પણ ઓછાં નીપજવા કે મળવા લાગ્યાં. સાધને ઓછો થતાં લોભ વધ્યો અને લોભ વધતાં તેમાંથી ક્રોધનો જન્મ થયો. કેધ થતાં. આપસમાં લડવા લાગ્યાં. તેમના સમાધાન માટે તે વખતના બુદ્ધિમાન મનુષ્ય રાજા તરીકેનું પદ સ્વીકારી