________________
( ર૭૨)
ગંભીર અને મધુર દુંદુભીનો નાદ કર્યો અને અહે દાન ! અહે દાન ! વિગેરે શબ્દોની ઉલ્લેષણ કરી તે સ્થળે સાડીબાર કરેડ સુવર્ણની વૃષ્ટિ વરસાવી.
રીષભદેવજી પારણું કરી ત્યાંથી અન્ય સ્થળે ચાલ્યા ગયા. દુંદુભીનાદ સાંભળી ત્યાં અનેક મનુષ્ય એકઠાં મળ્યાં. સોમપ્રભ રાજા પણ ત્યાં આવ્યો. રાજા પ્રમુખ બહુમાનપૂર્વક શ્રેયાંસ કુમારને પૂછવા લાગ્યા કે-કુમાર ! અમે પૂવે કોઈ વખત આ પ્રમાણે દાન આપવાનું, દેખ્યું કે સાંભળ્યું નથી, તે તે વાતની તમને કેમ ખબર પડી?
શ્રેયાંસે કહ્યું. હું આ પ્રભુની સાથે આઠ 'ભવ સુધી રહેલો છું. જાતિસ્મરણજ્ઞાનથી મેં તે સર્વ જાણ્યું છે.
લોકોએ કહ્યું. કુમાર ! તમે આ મહાપ્રભુની સાથે આઠ ભવ કયાં કેવી રીતે રહ્યા હતા. તે અમને કહેશે.
કુમારે કહ્યું. હું તમને વાત જરા વિસ્તારથી સંભળાવું છું. ધાતકી ખંડના પૂર્વ વિદેહ ક્ષેત્રમાં મંગલાવતી નામની વિજય (દેશ વિશેષ) છે. તેમાં નંદી નામનું સુંદર ગામ હતું. ત્યાં એક દરિદ્ર કુટુંબ રહેતું હતું. તે કુટુંબમાં છ પુત્રી ઉપર હું સાતમી પુત્રી ઉત્પન્ન થઈ હતી. નિર્ધન અને પુત્રી ઉપર અપ્રીતિવાળા કુટુંબમાં મારું નામ પણ કોઈએ સ્થાપન ન કર્યું, છતાં લોકો મને નિર્નામિકા (નામ વગરની) કહી બોલાવતા હતા. પરાધીન અને દુઃખી સ્થિતિમાં મારૂં ઉછરવું થયું. કોઈ એક પર્વના દિવસે ધનાઢનાં બાળકોને સુંદર વસ્ત્રાભૂષણ પહેરીને સારું સારું ખાતાં દેખી હું ઉતાવળી ઉતાવળી મારી મા પાસે ગઈ. અને તેને મેં કહ્યું. મા ! આજે સારું ખાવાનો ઓચ્છવ છે. તમે આપણે ઘેર કરશે !
મા, ક્રોધ કરી બેલી ઉઠી. અહા ! પાપણી, આજે હું તારે ઓચ્છવ કરૂં છું. ઘરમાં નથી એક દિવસનું ખાવાનું કે નથી પહેરવાનાં પૂરાં વસ્ત્ર અને તેને સારું સારૂં ખાવાનું જોવે છે. જા,