________________
(૨૫)
(ધાનને) રોકવાને સ્વભાવ ત્રણેમાં છે. દષ્ટાંત તરીકે જેમ સૂર્ય વાદળામાં ગાઢ તદન ઢંકાયેલો હોય તે ઠેકાણે મિથ્યાત્વમોહનીય, અરધાં મેલાં વાદળાં અને અરધાં ધોળાં વાદળામાં ઢંકાયેલો હોય તે મિશ્રા મોહનીય અને તદન ઉજવળ વાદળામાં સૂર્ય ઢંકાયેલો હોય તે ઠેકાણે. સમ્યકત્વ મેહનીય.
આ સ્થળે સૂર્યને આત્માના અમુક ગુણ ઠેકાણે ગણવો. તેને આવરણ કરનાર આ મિથ્યાત્વ મોહનીયને વાદળાં સમાન ગણવાં. આ મોહનીય કર્મ પ્રકૃતિના સ્વભાવને લઇને આત્માદિ પદાર્થ ઉપર યથ થે નિર્ણયવાળું તત્ત્વમહાન છોને થતું નથી.
આ કર્મ પ્રકૃતિરૂપ વાદળાંને હઠાવી શકાય છે. તેમ કરવાના ઉપાય છે. જેમ જેમ ક્રોધ, માન, માયા અને લોભની પ્રબળતાને મંદ, મંદતર, મંદતમ કરવામાં આવે છે, સત્સંગને સમાગમ મેળવવામાં આવે છે. મધ્યસ્થ દષ્ટિ રાખી વિના પક્ષપાત વરતુત્વને વિચાર કરવામાં આવે છે અને મનને કલુષતા વિનાનું વિશુદ્ધ રાખવામાં આવે છે તેમ તેમ આ સમ્યગુદર્શન ગુણ વિશુદ્ધ-વિશુદ્ધતર રૂપે પ્રગટ થતા ચાલે છે.
ઉપાધી ભેદથી યા અપેક્ષાથી આ સમ્યક્ શ્રદ્ધાનના અનેક ભેદો થઈ શકે છે. તે સર્વમાં “તત્ત્વનું શ્રદ્ધાન થવું “એ સામાન્ય અર્થ છે. યાને મુખ્ય ભેદ છે. તે પહેલો પ્રકાર છે.
કોઈના ઉપદેશ સિવાય-સ્વાભાવિક, પિતાની મેળે જ પરિણામની વિશુદ્ધિ મેળવતાં સમ્યગ દર્શન ગુણ પ્રગટ થાય છે. તેમજ ગુર્વાદિકના ઉપદેશદ્વારા વિશુદ્ધિ મેળવતાં પણું આ ગુણ પ્રગટ થાય છે. આમ બે ભેદ તે શ્રદ્ધાનના ગણાય છે.
ક્ષાયિક, ક્ષાપક્ષમિક અને ઔપથમિક-એમ તે શ્રદ્ધાનન, ત્રણ ભેદ કહેવામાં આવે છે.
દર્શન મોહનીય કર્મની ત્રણે પ્રકૃતિના પુદ્ગલોને, સદાને માટે સર્વથા આત્મપ્રદેશ સાથેનો વિયોગ થ (છૂટું થવું) તે ક્ષાયક