________________
(૨૮૭).
વલના પામે છે. (ઊબળે છે.) આમ થવાનું કારણ મિથ્યાત્વરૂપ બીજ હજી સત્તામાં કાયમ રહેલું છે તે જ છે. આગામી જન્મ માટે નું આયુષ્ય બાંધ્યું હોય અને પરિણામની વિશુદ્ધિથી તે કદાચ શ્રેણિ આરૂઢ થાય તો, તે સમ્યકત્વમોહનીય, મિત્ર મેહનીય અને મિથ્યાત્વમેહનીય ત્રણેને ક્ષય કરે છે અને મરણ પામી દેવલેકમાં જાય છે.
સાતે પ્રકૃતિને ક્ષય કરનાર તે ત્રણ અથવા ચાર ભવથી વધારે સંસારમાં પરિભ્રમણ કરતો નથી.
આવતા જન્મનું આયુષ્ય નહિ બાંધનાર અને સાતે પ્રકૃતિને ક્ષય કરનાર શ્રેણિ આરૂઢ થઈ, નપુંસકવેદાદિ આઠ પ્રકૃતિ. સ્ત્રી વેદઆદિ છે પ્રકૃતિ, પુરૂષદ. અને સંજ્વલન ક્રોધાદિ ખપાવે. તેમજ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અંતરાય અને મોહનીય કર્મની બાકી રહેલી પ્રકૃતિઓને ખપાવી. (ઘાતી કર્મને ખપાવી) કેવળ જ્ઞાન ઉત્પન્ન કરે. આ ક્ષાયિક સમ્યકત્વ (વિશુદ્ધ પરિણામવાળી સ્થિતિ આવ્યા પછી પાછું જતું નથી. ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિથી છેવટની સ્થિતિ પર્વતના ગુણો અનુક્રમે પ્રકટ થાય છે.
યોપશમ સમ્યકત્વ, ઉદય આવેલ મેહનીય કર્મસંબંધી મિથ્યાત્વ પ્રકૃતિને વેદીને ક્ષય કર અને ઉદય નહિં આવેલી મિથ્યાત્વ પ્રકૃતિના પરિણામની વિશુદ્ધિથી ઉપશમ કરવો તે, (મિશ્રભાવને પામેલું અને વર્તમાન કાળે વેદાતું) ક્ષપશમ સમ્યકૂવ કહેવાય છે.
આ સમ્યકૃત્વમાં એટલે ગુણ રહેલે છે યા એવી શુભતા રહેલી છે કે જે આ સમ્યક્ત્વ પ્રાપ્તિ પહેલાં આવતા જન્મનું આયુષ્ય ન બાંધ્યું હોય અને તે સમ્યક્ત્વ આ ભવ માટે કાયમ ટકી રહે તો વૈમાનિક દેવ સિવાય બીજી ગતિમાં છે, તે ભવમાંથી ન જાય. આ શુદ્ધતા સામાન્ય રીતે ટકી રહેતા એકીસાથે છાસઠ સાગરોપમ (આમાં