________________
(૨૮૩)
જ્ઞાન છે. જેમાં નિરંતર અપૂર્વ આત્મજ્ઞાન ગ્રહણ કરે છે. તે જ્ઞાન પ્રગટ કરવા પ્રયત્ન કરે છે. તેઓ જિતેંદ્રપદ પામે છે ત્યારે જેઓ પરમાર્થ બુદ્ધિથી બીજાઓને આત્મજ્ઞાન કહે છે, આપે છે તેઓને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય તેમાં આશ્ચર્ય જ શાનું?
જે જ્ઞાન ભણવાવાળાને, અનાજ, પાણું, વસ્ત્ર અને પુસ્તકાદિની મદદ આપે છે. તે પણ જ્ઞાનદાનને વિભાગ કહેવાય છે.
દિવસમાં એક પદ જેટલું પણ જ્ઞાન શીખી શકાતું હોય અથવા પનર દિવસે એક લેક જેટલું જ્ઞાન શીખી શકાતું હોય તથાપિ જ્ઞાન ભણવાનો પ્રયત્ન મૂકવો ન જોઈએ. અજ્ઞાની છે અર્થાત થડી બુદ્ધિવાળા-જ્ઞાનના પ્રબળ આવરણવાળા છે પણ જ્ઞાન ભણવામાં આદરપૂર્વક પ્રયત્ન કરે તો માસતુસ જેવા મુનિઓની માફક છેવટે પૂર્ણ જ્ઞાન પણ મેળવી શકે છે ત્યારે વિશેષ બુદ્ધિવાળા છે માટે તે શું કહેવું ?
આ પ્રમાણે જ્ઞાનરત્નનું સ્વરૂપ સંક્ષેપમાં બતાવવામાં આવ્યું છે પણ તે મેળવવા માટે પૂરતા પ્રયત્નની જરૂર છે.
વખત વિશેષ થઈ જવાથી બીજા દર્શન-ચારિત્રાદિ રત્નોના સ્વરૂપ માટે આગળ ઉપર કહેવાનું રાખી ગુરૂમહારાજે પોતાને ઉપદેશ સમાપ્ત કર્યો. એટલે જિતશત્રુ રાજ, સુદર્શન, શીળવતી, સાર્થવાહ, વિગેરે સર્વ રાજમંડળ ગુરૂને નમસ્કાર કરી ગુરૂપદેશનું સ્મરણ કરતાં ત્યાંથી રાજમહેલ તરફ પાછા ફર્યા. સુદર્શન અને શીળવતીને રહેવા માટે રાજા જિતશત્રુએ પોતાને સંપૂર્ણ સામગ્રીવાળો મહેલ આવે. સુદર્શના સપરિવાર ત્યાં આવી રહી. તેની સર્વ વ્યવસ્થા રાજાએ પોતે પિતાના માણસેદ્રારા કરાવી આપી.
દેવદર્શન, ગુરૂદન, ધમકવણ, સુપાત્ર દાન, સ્વધર્મીવ ત્સલ્ય, દીનજનનો ઉદ્ધારાદિ નાના પ્રકારનાં ઉત્તમ કર્તવ્ય કરવાને પૂર્ણ પ્રસંગ તેને અહીં આવી મળે. . .