________________
(૨૮૨ )
કરવા
અને વિચાર
મરણનાં સંકટોમાંથી મુક્ત થવા નો જ છે. અને તેમ થવા માટે આત્મજ્ઞાન જ કર્તવ્ય છે.
વળી આત્મસાધન કરનારા સવ જે કાંઈ એક સરખી લાયકાતવાળા દેતા નથી. તેને લઇને તે સર્વે આત્મવિશુદ્ધિમાં પ્રવેશ કરી શકતા નથી. તેઓને મલિન વિચારોથી કે અશુભ ક્રિયાઓથી બચાવવા અથવા પાછા હઠાવવા માટે પ્રથમ અભ્યાસમાં શુભ વિચારે કે આચરણવાળા ગ્રંથ વિગેરેને અભ્યાસ કરાવવામાં આવે છે. તેમાં પાપવૃત્તિઓને રોકવાનો મુખ્ય ઉદેશ હોય છે. નમસ્કારમંત્રાદિના. જાપ પ્રમુખ શુભ આલંબને, પુન્યાદિની પુષ્ટિ માટે છે. અને તે પણ અમુક હદ સુધી ઉપયોગી છે.
પૃથ્વી, પહાડ, નદી, કહ, વિમાન અને જીવાદિની ગણતરીવાળાં શાસ્ત્ર, અશુભ ધ્યાનથી બચવામાં વખતનો વ્યય કરવા માટે છે. યોગ્યતા સિવાય ઉચ્ચ સ્થિતિમાં પ્રવેશ ન થાય અને વચણી મધ્યમ સ્થિતિ સ્વીકારવામાં ન આવે તે ઉભયભ્રષ્ટ થવા જેવું થાય છે માટે અશુભ ધ્યાનથી બચવા સારુ અને ઉચ્ચ સ્થિતિમાં પ્રવેશ કરવા સારૂ રેગ્યતાના પ્રમાણમાં મધ્ય સ્થિતિ સ્વીકારવી તે યોગ્ય છે. તેમજ પૃથ્વી, પહાડાદિનું જ્ઞાન લોકસંસ્થાની ભાવનાના વિચાર માટે પણ છે, અને તેનો પણ હેતુ એ છે કે આ સર્વ જ્ઞાની દષ્ટથળે આ જીવે પરિભ્રમણ કર્યું છે. જન્મ, મરણો કર્યા છે, હવે તેનાથી બચાવ કરવો જોઈએ. વિગેરે મધ્યમ વિચાર માટે તે શાસે જાણવાનાં છે.
“ હાથમાં રહેલા મોતીની માફક આ સર્વ પૃથ્વીતળ જ્યોતિષ, મંત્ર વિગેરે કઈ મહાત્મા જાણી શકે છે ” એમ પૂર્વે કહેવામાં આવ્યું. તેનું કારણ દુનિયામાં અતિશયિક તરીકે જ્યોતિષ, રસાયણ અને મંત્રાદિ શાસ્ત્ર મનાય છે. તે પણ શાસ્ત્ર, પૂર્વાપર વિરોધ વિના સંપૂર્ણ રીતે મહાત્માઓ જાણી શકે છે. એ અતિશયિકપણું બતાવવાને જ હેતુ છે. પણ તેથી તે જ કર્તવ્ય, જાણપણું કે જ્ઞાન છે એમ માનવાનું નથી. ખરા જ્ઞાન તરીકે આત્મજ્ઞાન કરવું તે જ મુખ્ય