________________
(ર૭૭)
પાંચ પુત્રપણે ઉત્પન્ન થયા. તેમાં વજનાભ ચકવર્તી થયા. છઠ્ઠો તેમને સારથી થયો. છએ જણાએ વજસેન તીર્થંકર પાસે ચારિત્ર લીધુ તેમાં વજનાભ ચૌદપૂર્વી શકેવલી થયા. તેઓ આચાર્યપદે પ્રતિષ્ઠિત થયા બાકીના પાંચે અગીયાર અંગનું જ્ઞાન સંપાદન કર્યું તેમાં છો સારથી સાધુ હતો તે જ્ઞાનમાં વિશેષ પ્રયત્ન કરતો હતો. વારંવાર મનન કરતા હતા. જ્ઞાનનું પરાવર્તન કરવું, ગણવું, અને શંકા પડે ત્યાં આચાર્યશ્રીને પૂછીને નિર્ણય કર, તેમાં બીલકુલ પ્રમાદ કરતો ન હતો.
એક દિવસે વજસેન તીર્થકરના મુખથી તેણે સાંભળ્યું કે-આ વજનાભ આચાર્યને જીવ ભરતક્ષેત્રમાં પ્રથમ તીર્થંકર થશે. તેમનું નામ રીષભદેવજી થશે- વિગેરે. ત્યાર પછી ચૌદ લાખ પૂર્વ પર્યત ચારિત્ર પાળી સર્વાર્થસિદ્ધ વિમાનમાં તે છએ છ દેવપણે ઉત્પન થયા. તે લલીતાંગ દેવને જીવ હમણાં રીષભદેવજી તીર્થંકરપણે ઉત્પન્ન થયું છે. બીજા ચાર મિત્રો ભરત, બાહુબલી, બ્રાહ્મી અને સુંદરીપણે જન્મ પામ્યા છે. તથા નિર્નામિકોને જીવ હું અહીં શ્રેયાંસકુમારપણે જન્મ્યો છું. આ પ્રભુનાં દર્શનથી અને આજે જાતિસ્મરણ જ્ઞાન થયું છે, પૂર્વભવના શ્રુતજ્ઞાનના બળથી આ સર્વ વિશેષ પ્રકારે મેં જોયું છે.
મહાનુભાવો ! તમે પણ તીર્થકરાદિને-સાધુઓને આ પ્રમાણે દાન આપો.
ઇત્યાદિ શ્રેયાંસકુમારને વૃત્તાંત જાણી લોકો કહેવા લાગ્યા. કુમાર ! ઘણું જ સારું થયું કે–અજ્ઞાનતાથી પશુની માફક પિતાની ઉદરપૂર્તિવાળી જિંદગી ગુજારતા અમોને તમે દાનને માર્ગ બતાવી જાગ્રત કર્યા.
રાજપુરૂષોએ કહ્યું. આજનાં ત્રણે સ્વપ્નને અર્થે અત્યારે પ્રગટ થયો. તેના ફળ તરીકે શ્રેયાંસકુમારને જાતિસ્મરણ અને પ્રભુને દાન આપવારૂપ મહાન લાભ થશે.