________________
(ર૭૫)
આધક રિદ્ધવાન જીવોને દેખી તું પોતાને દુઃખીયારી માને છે પણ તને ખબર નથી, તે માંહીલા જીવો પણ કોઈ આધિથી, કે -વ્યાધિથી તે કોઈ અન્ય પ્રકારની ઉપાધિથી દુઃખી છે.
સામાન્ય મનુષ્યજાતિમાં તારા કરતાં ઘણું મનુ વિશેષ દુઃખી છે. માતંગ, મેતાર, ચંડાળ અને સ્વેચ્છાદિ નીચ જાતિઓમાં અનેક મનુષ્યો ઉત્પન્ન થાય છે. લો કે તેને તિરસ્કાર કરે છે. છીછીકાર કરે છે. સ્પર્શ કરતા નથી. આ લોકો પિતાના થતા પરાભવનું કેટલું બધું દુઃખ સહન કરે છે? તને તે માંહીલું દુઃખ ક્યાં છે?
મૂખ, કાણા, કોઢીઆ, મુંગા, આંધળા, બહેરા, હું ઠા, હાથ પગ નાસિકાદિ અંગ છેદાયેલા મનુષ્યો અહીં જ નરક સરખું દુઃખ અનુભવે છે. પ્રબળ પાપકર્મના ઉદયવાળા જીવોને, તેનામાં દેષ ન હોય છતાં ખોટા દેષને આરોપ મૂકી, રાજપુરૂષ તેને કારાગ્રહ-બંદીખાનામાં નાખે છે. તેઓ વધ, બંધન, છેદન, ભેદન, ઉલંબન આદિ વિવિધ પ્રકારની દુસહ વિડંબના સહન કરે છે. - ઈષ્ટ વસ્તુના વિયોગવાળા, અનિષ્ટ વસ્તુના સંગવાળા અને દાસત્વાદિ દુઃખથી પીડાયેલા અને તેથી જ કંટાળેલા કેટલાએક મનુષ્પો જળ, અગ્નિ તથા વિષ, શસ્ત્રાદિકથી પિતાને ઘાત કરે છે. - ઈત્યાદિ તપાસ કરતાં કે વિચાર કરતાં તારાથી વિશેષ દુઃખવાળા સંખ્યાબંધ જેવો નજરે પડે છે. તેમ છતાં નિર્નામિકા ! તું તારા એલા આત્માને જ દુઃખી કેમ માને છે ?
- જો તારે સુખી થવાની જ ઈચ્છા હોય તે તું ધર્મ કર. ધર્મના પસાયથી આ ભવ અને પરભવ એમ બને ભવ તારા સુખરૂપ થશે. આવાં શારીરિક કે માનસિક દુઃખનું ભાજન ફરી તું નહિં થઈશ. પિતાની શંકાનું સમાધાન કરનાર ગુરૂરાજનાં વચને સાંભળી હર્ષ પામેલી નિર્નામિકાએ કહ્યું. પૂજ્ય ગુરૂશ્રી ! જે હું ધર્મને યોગ્ય હોઉં તે મારાથી બની શકે તે ધર્મ કરવાનું આપ મને ફરમાવે.