________________
(૨૭૪)
કરવા માટે તેને તિનો પ્રકાશ સ્વાધીન છે. પીવાને માટે પાણી મળે છે, ઈચ્છાનુસાર ફળોનો આસ્વાદ તું લે છે. તડકાથી છાયામાં બેસે છે. સુખે નિદ્રા લે છે. આ સર્વ બાબતમાં તું પરવશ નથી, માટે તને દુઃખ કન્યાં છે ?
દુખનો અનુભવ કર્યા સિવાય જેને બીજો કોઈ ઉપાય જ નથી, એવા અસહ્ય દુઃખનો અનુભવ કરનાર છનાં દુઃખોનું હું તારી પાસ વર્ણન કરું છું, જે સાંભળતાં કઠોર હદયવાળા માણસના હૃદયમાં પણ કમકમાટી ઉત્પન્ન થાય છે. તે તું સાવધાન થઈને સાંભળ.
સાતમી નરકમાં રહેલા નારકીઓ, ક્ષેત્રના ગુણથી-સ્થાનના કારહુથી નાના પ્રકારના દુઃખને અનુભવ કરે છે. અહીં વધારામાં વધારે સુધા, તૃષા, ટાઢ, તાપ આદિની વેદના છે. જો ભોગવે છે. તેના કરતાં તે નરકના સ્થળે ત્યાંનાં જ અનંતગુણી વધારે વેદનાનો અનુભવ કરે છે. ત્યાં નિરંતર ઘેર અંધકાર છે. પાંચ ઈદ્રિયનાં વિષય તદન પ્રતિકુળ યાને અશુભ છે. એક નિમિષમાત્ર વાર પણ તેમને નિદ્રા આવતી નથી. પગલે પગલે તેઓ ભયને યા દુઃખને અનુભવ કરે છે.
વચલી ત્રણ નરકમાં અને અન્ય ઉદીરણું કરાયેલું દુઃખ, વિશેષ પ્રકારે આદિના ત્રણ નરકમાં ત્રણ પ્રકારનું દુ:ખ છે. પરમાધામી દેવો પણ તેમને દુઃખ આપે છે. આંખ મીંચીને ઉઘાડીએ તેટલો વખત પણ નારકીના જીવોને સુખ નથી. નારકીઓ કેવળ દુઃખને જ અનુભવ કરે છે. અનાથ, અશરણ-દીન, કરુણા યા દયાસ્પદ આ છે, પરવશપણે દુસહ દુઃખનો અનુભવ અસંખ્યાતા કાળપર્યત કરે છે. નિરંતર દુ:ખમાં પચાવાય છે.
આ તિર્યંચે–જનાવરોના સામી તો તું નજર કર, અહા ! કેવા આકર દુઃખને તે અનુભવ કરે છે? ટાઢ, તાપ, ક્ષુધા, તૃષા, વધ, બધન, તાડન, તન, ભારવહન ઇત્યાદિ અનેક દુઃખને અનુભવ તેઓ પરાધીનપણે કરે છે તે માંહીલું તને કહ્યું દુ:ખ છે ?