________________
(૨૭૩)
આ અંબરતિલક પહાડ રહ્યો. ત્યાં જઈ સારાં ફળ ખા. અગર ઉપરથી પડીને મરી જા.” “પહાડ સમી નજર કરી ધમાં માતાએ જવાબ આપે.
હાલી પણ દુઃખથી દાઝેલી માતાનાં કઠોર વચનો સાંભળી મને ઘણું દુઃખ લાગ્યું, હું ઘરથી બહાર નીકળી દીન વદનવાળી, નિરાશ થયેલી અને રૂદન કરતી, લોકોની સાથે અંબરતિલક પહાડ ઉપર ગઈ. ભૂખ ઘણું લાગી હતી. પહાડ પર ફળથી પાકેલું એક વૃક્ષ મારા દેખવામાં આવ્યું. નીચે પડેલાં પાકાં ફળો ખાઈ સુધા શાંત કરી.
ત્યાંથી નજીકના ભાગમાં યુગધરાચાર્ય નામના જૈનાચાર્ય મનુષ્યોની પર્ષ આગળ ધર્મ કહેતા મારા દેખવામાં આવ્યા. તે આચાર્ય ચૌદ પૂર્વધર અને ચાર જ્ઞાની હતા. હું ત્યાં ગઈ. ગુરૂને દેખી મને ઘણે આનંદ થયો. તેમને નમસ્કાર કરી, લોકોની પાછળ ધર્મ શ્રવણ કરવા માટે હું પણ બેઠી. ધર્મ કહી રહ્યા બાદ અવસર દેખી મેં આચાર્યશ્રીને પૂછયું. ભગવાન ! મારા જેવો કોઈ દુઃખી છવ આ દુનિયા ઉપર હશે ? તે કૃપાળુ ગુરૂએ આદરપૂર્વક અને પ્રત્યુત્તર આપતાં કહ્યું-ભદ્ર.! નિર્નામિકા ! તને દુઃખ કયાં છે? વિચાર કરતાં આ વાત. ની તને ખાત્રી થશે કે “મને દુખ નથી” અર્થાત તારા કરતાં વિશેષ દુઃખી છો દુનિયા ઉપર અનેક છે અને તેનાં દુઃખ આગળ તારું દુઃખ કાંઈ પણ ગણત્રીમાં નથી.
બાઈ ! શ્રોત્ર ઈદ્રિયના વિષયમાં આવતા સુંદર કે અસુંદર શબ્દો તું સાંભળી શકે છે સારાં કે નઠારાં રૂપ, તું જોઈ શકે છે. સુરભી કે દુર્ગધી ગંધ તું જાણી શકે છે. ઈષ્ટ કે અનિષ્ટ સ્પર્શને અનુભવ તને . થઈ શકે છે. સારા ખરાબ સ્વાદની તેને ખબર પડે છે. લોકમાં પ્રકાશ કરવાવાળા ચંદ્ર, સૂર્ય, નક્ષત્રાદિકનો અનુભવ તું લઈ શકે છે. સુધા, તૃષા, શીત, આતાપાદિકનો પ્રતિકાર તું જાણે છે અને પ્રયત્નથી તે આફતોને તું દૂર કરે છે, રહેવાને માટે તારે ઘર છે. અંધકાર દૂર