________________
(૨૫) આ અતજ્ઞાન સમ્યગૃષ્ટિ જીવોને સમ્યજ્ઞાન તરીકે હોય છે અને બીજાઓને મિથ્યાજ્ઞાન તરીકે હેય છે, તળાવનું પાણી એક સરખું જ હોય છે તથાપિ પાત્ર, કે યોગ્ય, અગ્યના પ્રમાણમાં તે જુદા જુદા રૂપે પરિણમે છે. જેમ તે પાણુ ગાયના પેટમાં જવાથી દૂધ આદિપણે પરિણમશે, ત્યારે તે જ પાણી સપના પેટમાં કે તેવા જ ઝેરી યા ક્રર પ્રાણીના પેટમાં જવાથી ઝેર કે પૂરતા પણે પરિણમશે, તેમજ તા-સાંભળવાવાળાની એગ્યતા અયોગ્યતાના પ્રમાણમાં ગુર્નાદિ તરફથી કે સિદ્ધાંતાદિ તરફથી મળેલું જ્ઞાન, સમ્યફમૃતપણે કે મિચ્છામૃતપણે પરિણમે છે.
આ શ્રુતજ્ઞાનની સ્થિતિ છાસ સાગરોપમથી કાંઈક અધિક છે. ત્યાર પછી તેથી વિશેષ જ્ઞાન પામે, અથવા પરિણામની અશુદ્ધિવડે તે દશામાંથી પતિત થઈ અજ્ઞાન દશા પામે છે,
અવધિજ્ઞાન, ઈદ્રિયજ્ઞાનથી નિરપેક્ષ થઈ, અર્થાત ઈદ્રિયોની અપેક્ષા રાખ્યા વિના અમુક મર્યાદામાં અથવા સર્વ રૂપી દ્રવ્યનું, પ્રત્યક્ષ જ્ઞાન જે વડે થાય છે તેને અવધિજ્ઞાન કહેવામાં આવે છે.
ભવપ્રત્યયિક અને ગુણપ્રત્યયિક-એમ બે પ્રકાર અવધિજ્ઞાનના છે. પક્ષીઓમાં ઉડવાને સ્વભાવ જેમ પક્ષીનાં ભવ આથીને સ્વાભાવિક છે. તેમ દેવ તથા નારીઓને-દેવ તથા નારકીના ભાવમાં અવન ધિજ્ઞાન ઉત્પન્ન થયું તે સ્વાભાવિક ભવને ગુણ છે. જુઓ કે તેમને
અવધિજ્ઞાન કર્મના ક્ષયોપશમથી જ થાય છે, તથાપિ ત્યાં ભવની મુખ્યતા છે. તે ભવના નિમિત્તે તે ક્ષયે પશમ તેમને થાય છે.
મનુષ્યોને અવધિજ્ઞાન, પરિણામની વિશુદ્ધિરૂપ ગુણથી થાય છે. એટલે તેમને ગુણપ્રત્યય કહેવામાં આવે છે. બીજી અપેક્ષાએ અવધિ જ્ઞાનના છ ભેદ છે. અનુગામિ. ૧. અનુગામી ૨, વર્ધમાન ૩, હીયમાન ૪, પ્રતિપાતિ. ૫ અપ્રતિપાતિ. ૬ નેત્રની માફક સ્થળાંતર કે