________________
(૨૬૦)
દુનિયામાં જે અનુકૂળતા દેખાય છે તે નિયમોને પ્રભાવ છે. જે મનુષ્યો વ્રત, નિયમ વિનાનાં અસંતોષી થઈ રાત્રી, દિવસ ફર્યા કરે છે તેઓ સંતોષના સુખને નહિ જાણતાં હોવાથી અનેક દુઃખમય ગતિએમાં પરિભ્રમણ કરે છે, માટે ધર્મના અથી જીવોએ ધર્મના અંગ સરખા નિયમોને સ્વીકાર અવશ્ય કરવું જોઈએ. નિયમ વિનાને અધર્મમાં પ્રવૃત્તિ કરનાર મનુષ્ય, પશુની ગણતીમાં ગણુ યોગ્ય છે.
સુદર્શનજાતિ, રૂપ, બળ અને ઉત્તમ કુળાદિની સમૃદ્ધિવાળું તથા સમ્યક્ત્વ પ્રાપ્તિના કારણભૂત આ મનુષ્યપણું તમને પ્રાપ્ત થયું છે તે પણ નવકાર મંત્રના પ્રભાવથી જ. નમસ્કાર મંત્ર દેવ, મનુષ્યના ઉત્તમ સુખનું પરમ કારણ છે, સંસારસમુદ્રમાં ડૂબતા જીવોને વહાણ તુલ્ય છે દુઃખીયાં, દુસ્થિત, વિપત્તિમાં સપડાયેલાં, ગ્રહ, નક્ષત્રથી પીડાતાં, પિશાચ, વેતાળાદિથી પ્રસાયેલાં, હાથી, સાંઢ, સિંહ, વરાહ, રીંછ અને સપદિ ક્રૂર તથા ઝેરી પ્રાણીઓના પંજામાં સપડાયેલા મનુષ્યોના બચાવ કરનાર તથા રક્ષણ કરનાર આ નમસ્કાર મહામંત્ર છે.
વળી બાલ્યાવસ્થામાં જ જાતિસ્મરણ જ્ઞાનથી તને સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ છે તે જ્ઞાની પુરુષોના વચનો ઉપર આદર યાને વિશ્વાસ રાખવાનું અર્થાત તેમના કહ્યા મુજબ (છેવટની સ્થિતિમાં) વર્તન કરવાનું જ ફળ છે. - જે ગામને રસ્તે જવું હોય તે ગામના રસ્તાના જાણકાર પુરૂષોને તે ગામને રસ્તો અવશ્ય પૂછવો જોઈએ. અને તેના ઉપર શ્રદ્ધાન રાખવું જોઈએ. તેમ કરવાથી જ જે માગ શ્રદ્ધાગમ્ય હેય તે અનુક્રમે પ્રયત્ન કરતાં અનુભવગમ્ય થાય છે.
દરેક જીવ સુખને ઈચછક છે. પરમ યાને તાત્ત્વિક સુખ મોક્ષમાં છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ નિર્વાણમાર્ગના યાને મેક્ષના ધોરી રસ્તાઓ છે.
જ્ઞાન, તીર્થકરોએ પાંચ પ્રકારે બતાવ્યું છે, અર્થાત્ જ્ઞાનના