________________
(૨૫૯)
પરિવાર સહિત ત્રણ પ્રદક્ષિણ ગુરૂને કરી સુદર્શના તે મહમુનિની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગી.
હે ભગવાન! ચતુર્ગતિક સંસારપરિભ્રમણથી ભય પામતા અશરણું ને તમે શરણાગતવત્સલ છે. આપના પ્રસાદથી છે કલ્યાણના પરમ નિધાનને પામે છે. આપ જગત ના નિષ્કારણું બંધુ છો. ભવદુઃખહર્તા ! આપના દર્શનથી છ જિનેશ્વરની આજ્ઞારૂ૫ શ્રદ્ધાન પામે છે, આપનાં દર્શનરૂપ અમૃતરસથી મારાં નેત્રો આજે સીંચાયાં છે, તેથી મારો જન્મ અને જીવિતવ્ય કૃતાર્થ થયું છે.
ઇત્યાદિ ગંભીર સ્વરે સુદર્શના ગુરૂરાજની સ્તવના કરતી હતી. એ અવસરે આચાર્યશ્રી એ અવધિજ્ઞાનથી સુદર્શનાને પાછો જન્મ તપાસ્યો. અને સુદર્શનાએ ભવદુઃખનું નિર્દેશન કરનાર “ધર્મપ્રાપ્તિ રૂપ આશીર્વાદ આપો.
ગુરૂરાજ તરફથી આશીર્વાદ પામી, સુદર્શનાએ બીજા સર્વ સાધુઓને વંદન કર્યું. અને શ્રાવક શ્રાવિકાઓને પણ નમસ્કાર કર્યો. વંદન, નમસ્કાર કર્યા બાદ મન, વચન, કાયાના યોગોની એકાગ્રતા કરી ધર્મશ્રવણ નિમિત્તે, ગુરૂત્રીના ચરણમાં દષ્ટિ સ્થાપન કરી, ચોગ્ય સ્થળે સર્વ પરિવાર સહિત સુદર્શન બેઠી.
ગુરૂમહારાજે સુદર્શનાને ઉદ્દેશીને કહ્યું-ભદ્રે ! પૂર્વ જન્મમાં તું સમળી હતી, અંત વેળાએ નમસ્કાર મંત્ર તથા નિયમોમાં આદર કરવાપૂર્વક મરણ પામી સિંહલદ્વીપમાં રાજપુત્રી પણે ઉત્પન્ન થઈ છે. તપ, સ્વાધ્યાયાદિ દુષ્કર કાર્ય કરનાર મુનિઓમાંથી પણ કેટલાએક જ જાતિસ્મરણજ્ઞાન પામી શકે છે તે જાતિમિરણજ્ઞાન તે પ્રાપ્ત કર્યું છે, તે અંતવેળાએ આદર કરેલ નિયમને જ પ્રભાવ છે. નિયમ લીધા સિવાય જ, તપ કે ચારિત્ર જેવાં સ્વાભાવિક રીતે આચરણ કરે છે છતાં તેનું ફળ તેમને મળતું નથી, કેમકે વ્યાજે મૂક્યા સિવાય, કેવળ ઘરમાં પડી રહેલું દ્રવ્ય વૃદ્ધિ પામતું નથી. મનુષ્યને તે દૂર રહે, તિયને પણ નિયમે, સમ્યક્ત્વપ્રાપ્તિમાં કારણરૂપ થાય છે.