________________
(૨૫૮ )
સાધુઓને નમન કરી સુદ'ના આગળ ચાલી તેવામાં સ્વભાવથી જ વૈરંભાવને ધારણ કરનાર પ્રાણિઓ, વૈરભાવના ત્યાગ કરી એક સાથે શાંતપણે બેઠેલાં તેના દેખવામાં આવ્યાં. તેને દેખી રાજકુમારી મનમાં વિચારવા લાગી, અહા ! આવા તપસ્વીએ ! જેને તૃણુ અને મણિ, પથ્થર અને સેનુ, સુખ અને દુઃખ એ સ` ઉપર સમષ્ટિ છે. આ સમભાવના પ્રભાવથી જ સ્વાભાવિક વૈવિરાધવાળાં પ્રાણિઓ પાતાને વૈરભાવ મૂકી દે છે. કેટલેા બધા સમભાવને પ્રભાવ ! આત્માની કેટલી અજાયબીવાળી શક્તિ ! અહા આજે જ મારે। જન્મ પવિત્ર થયેા. હું આજેજ કૃતાર્થ થઈ. મારા જીવનમાં આજના દિવસ કાયમને માટે યદગાર રહેશે. ત્યાદિ વિચાર કરતી સુદના થોડેક દૂર ગઇ. આગળ જઇને જીવે છે તે! દેવગણુથી ઘેરાચેલા ( વી°ટાયેલા) જોણે ઈંદ્ર જ હોય નહિં, અથવા તારાગણુથી પિરવરેલા ચંદ્ર જ હોય નહિ. અથવા રાજäદાથી ધેરાયેલે ચક્રવત્તિ જ હાય નહિ. તેવા અનેક મુનિ-વૃષભાથી અને જન-સમુદાયથી વિટાએલા, ધર્મોપદેશ આપતા જ્ઞાનભૂષણ નામના આચાર્ય મહારાજ સુદશનાના દેખવામાં આવ્યાં.
****
પ્રકરણ ૩૧ મું.
**
સાધ અને જ્ઞાનરત્ન
*&8*
પવિત્ર ગુરૂરાજનાં દર્શન થતાં જ સુદર્શનાના રામરામ ઉલ્લાસ પામ્યા. હર્ષાશ્રુાથી ભીંજાતાં તેત્રે બહુમાન અને આદરપૂર્વક ગુરૂરાજ નીહાળી, જાનુ પૃથ્વી પર સ્થાપન કરી, હાથ મસ્તક પર નાખી, મસ્તકથી ભૂમિતળ સ્પર્શી પંચાંગ પ્રણામપૂર્વક ગુરૂશ્રીને નમસ્કાર કર્યાં.