________________
(૫૫)
નવકારમંત્રના પ્રતાપથી તે રાજકુમારી થઈ છે અને આટલી બધી ઋદ્ધિ પામી છે. રાજકુમારીને દેખી તેના ચરિત્રથી અનેક છો બધા પામતા હતા. નવકાર મંત્રને મહિમા પ્રગટ થતો હતો. મુનિઓ પરમઉપકારી છે તેનું ભાન અનેક જીવને થતું હતું. વિચારવાની છે આવા પ્રત્યક્ષ દાખલાથી મિથ્યાત્વ સ્વભાવને બદલાવતા હતા. ઉન્માગે ચાલનારાઓ આ કુમારીના દૃષ્ટાંતથી સન્માર્ગે ચાલવાનો નિર્ણય કરતા હતા. ધર્મીક મનુષ્ય ધર્મનું માહાતમ્ય દેખી ધર્મમાર્ગમાં વિશેષ પ્રયત્નવાન થતા હતા. આ પ્રમાણે અનેક જીવોને નિમિત્ત કારણ થઈ આંતરિક ઉપકાર કરતી સુદર્શના પૂર્વજન્મમાં દીઠેલા ઉધાન તરફ ચાલી. રાજા પ્રમુખ સર્વ પરિવાર સાથે જ હતો.
કેરટ નામનું ઉધાન નર્મદા નદીના કિનારા પર આવેલું હતું. ઉદ્યાનમાં પહોંચતાં એક મજબૂત વડવૃક્ષ સુદર્શનાના દેખવામાં આવ્યું. આ વડવૃક્ષ અનેક પંખીઓની નિવાસભૂમિ સમાન હતું, તેની જડે જમીનમાં ઘણું ઊંડી ગયેલી હતી, અનેક શાખા પ્રશાખાઓ, ઘટાદાર પત્રે, વિસ્તારવાળો ઘેરાવો અને ઘાટી છાયાથી સુંદર દેખાવ સાથે અનેક જીવને તે ઉપગારી હતો.
પૂર્વે સમળીના ભાવમાં સુદર્શના આ વૃક્ષ પર રહેતી હતી. તે વૃક્ષને દેખી લાંબો નિસાસો મૂકી સુદર્શના ચિંતવવા લાગી. અહા ! કે દુરંત સંસાર ? અજ્ઞાનદશામાં બાંધેલ કર્મથી, નાના પ્રકારનાં શરીર ધારણ કરી, સંસારી છેમારી માફક પરિભ્રમણ કર્યા જ કરે છે. હું પણ એક વખત આ અજ્ઞાની પંખીઓની જાતિમાં આ વડવૃક્ષ ઉપર રહેતી હતી ઇત્યાદિ વિચાર કરતી સુદર્શને આગળ ચાલી. થોડે છે. જતાં જ સાધુઓને ઉતરવાનું રહેવાનું સ્થાન તેના દેખવામાં આવ્યું. આ ઠેકાણે તે સમળીનું મરણું થયું હતું તે સ્થાને દેખતા તેના વૈરાગ્યમાં વધારે થયો. ત્યાંથી થોડે આગળ ચાલતાં પિતાના યોગ્ય સ્થાને બેઠેલા અનેક મુનિએ તેણીના દેખવામાં આવ્યા.
કેટલાક મુનિઓ વીરાસન, પદ્માસન, નિદિધ્યાસન, ગેહિ