________________
(૫૪) તેણે મારી ભાણેજીને (શીળવતીને) કુશળક્ષેમે અમને પાછી સોંપી છે, તો પ્રથમ ઉપકાર કરનાર સિંહલપતિને હું શું ઉપકાર કરું ?
આ મારી રાજરિદ્ધિ સર્વ તેને સ્વાધીન કરું તે પણ તેના ઉપકાર આગળ થોડી જ છે, છતાં એક દિવસમાં અશ્વ જેટલું છે અને હાથી બીજી બાજુ દેડે તેટલું રાજા રાજકુમારી સુદર્શનને હું ભેટ તરીકે આપું છું. તેને ઉપભગ તે રાજકુમારી જ કરો. આ પ્રમાણે કહી રાજાએ પૂર્વ દિશા તરફ એક અશ્વ દેડાવ્યો અને દક્ષિણ દિશા તરફ સૂર્ય અસ્ત થાય ત્યાંસુધી એક હાથીને દેડા. સૂર્ય અસ્ત થતાં જ્યાં ઘેડે ઊભો રહ્યો, ત્યાં રાજાએ ઘેટકપુર નામનું શહેર વસાવવા અને જ્યાં હાથી ઊભે રહ્યો ત્યાં હસ્તીપુર શહેર વસાવવા આજ્ઞા આપી અને ત્યાંસુધીની જમીનને ઉપભોગ કરવાને હક સુદર્શનાએ આપે. આ હકમાં રાજાએ આઠ બંદર અને આઠ સે ગામ સુદર્શનને આપી, પિતાની આધર્મિક વાત્સલ્યતા યાને સજ્જનતા બતાવી આપી.
ચંદ્રોત્તર રાજાએ ભેટ મેકલાવેલ વહાણે સાર્થવાહે જિતશત્રુ રાજાને સે પ્યાં.
પ્રવેશ મહેચ્છવ માટે રાજાએ શહેર શણગયું. નાના પ્રકારનાં વાજીના મધુર નાદ સાથે શહેરમાં પ્રવેશ થયો. સુદર્શનાએ પ્રથમ, પરમ ઉપકારી ગુરુને વંદન કરવાને પિતાને અભિપ્રાય રાજાને જણાવ્યું. તેણુની ઈચ્છાને અધીન થઈ સર્વ જનમંડળ તે તરફ ચાલ્યું.
સુદર્શના કોણ છે? અહીં શા માટે આવી છે? આ વાત આખા શહેરમાં વીજળીની ઝડપે ફેલાયું. હજારો લોકોનાં ટોળાં તેને જોવા માટે મળ્યાં. રસ્તાઓ મનુષ્યોથી ખીચખીચ ભરાઈ ગયા.
રસ્તામાં મળેલા લોકો તેની રતુતિ કરતા હતા. આપસમાં તેની જ વાર્તા કરતા હતા. કે તેની અનુમોદના કરતા હતા. અહા ! ધન્ય છે આ રાજકુમારીને ! પૂર્વજન્મમાં તો આ સમળી હતી, પણ