________________
(૨૨) કિનારા પર સર્વ સૈન્ય તૈયાર થઈ ઊભેલું દેખી, રાજકુમારી સુદર્શનાએ રૂષભદત્તને પૂછયું–ભાઈ! આ કિનારા પર યુદ્ધના જેવો દેખાવ આપતું સૈન્ય કેમ ઊભું છે ?
એછીએ કહ્યું–રાજકુમારી. આ સામે લશ્કરી પિશાકમાં સજજ થઈ ઊભેલ લાટ દેશનો રાજા જિતશત્રુ છે. તે ઘણે ધર્મિષ્ઠ પુરૂષ છે. ટૂંકામાં જ તેના ગુણનું વર્ણન કરતાં હું આપને કહું છું કે એક મહાપુરૂષની ગણત્રીમાં ગણાય છે. તમારા પિતા ચંદ્રોત્તર રાજાથી તે નિરતર ભય પામતે રહે છે. તમારા વાજીંત્રના નાદથી તેણે એમ જાણેલું હોવું જોઈએ કે સિંહલદ્વીપનો રાજા આપણા પર ચડી આવ્યો છે અને તેથી સૈન્ય સાથે સંગ્રામ માટેની તૈયારી કરતો જણાય છે.
સુદર્શનાએ જરા વિચાર કરી કહ્યું-ભાઈ! તમે જલ્દી કિનારે જાઓ અને અહી મારું આગમન જે નિમિત્ત થયું છે તે રાજાને નિવેદિત કરે; નહિતર થેડી વારમાં અનર્થ થશે.
- રાજકુમારીની આજ્ઞા માન્ય કરી, તરતજ એક નાની હેડીમાં બેસી તેના ઉપર વહાણવટી વ્યાપારીને વાવટે ચઢાવી રીષભદત્ત જિતશત્રુ રાજા પાસે આવી પહેઓ.
દૂરથી રાજાને નમસ્કાર કરી રીષભદત રાજકુમારીના આવવાનું કારણ રાજાને જણાવે છે તેટલામાં વહાણે પણ બંદરમાં પહોંચ્યાં. નિયમકોએ વહાણે ઊભાં રાખ્યાં, સઢ ઉતાર્યા અને નાગર નંખાયાં. નાના પ્રકારનાં મંગલિકે કરવાપૂર્વક રાજકુમારો શીયળવતી સહિત નીચે ઉતરી અને પાલખીમાં બેસી જિતશત્રુ રાજા જ્યાં ઊભો હતો તે તરફ ચાલી.
કુમારી આવી પહોંચવા પહેલાં રીષભદો ટૂંકામાં તેના આવવાનું પ્રયોજન કહી બતાવ્યું હતું. કુમારીનું આગમન જે નિમિત્તે થયું હતું તે જાણી રાજા ઘણો ખુશી થયો અને પિતાની સ્વધામાં બહેન જાણી તેને ઘણે સત્કાર કર્યો.