________________
(૨૫૦)
વપ્રતિમા સ્થાને સપરિવાર માં સુધારાના
કે અનેક જીવોને શુભ આલંબન મેળવી આપવાં. આ અસ્થિર દ્રવ્યથી જે ઘણા લાંબા વખત ચાલે તેટલું, અને નિર્વત્તિના માર્ગમાં સહાયક–મદદગાર થાય તેવું ફળ મળી શકતું હોય તે પછી બુદ્ધિમાનેએ તેમ શા માટે ન કરવું જોઈએ ?
ગુરુમહારાજના ઉપદેશ અને આશયને વિચાર કરતાં સુદર્શનને તે સ્થળે એક જિનમંદિર બાંધવું ઘણું જ ઉપયોગી જણાયું. તરત જ પિતાની સાથે રહેલા સૂત્રધારને બોલાવી નજીકમાં થગ્ય સ્થળે એક જિનમંદિર બાંધવા માટે આજ્ઞા આપી. પિતાના વહાણમાં સામગ્રી પૂરતી હતી. માણસે પણ પૂરતાં હતાં. જેનશાસ્ત્ર-નિપુણ રૂષભદાસ શ્રેષ્ઠી સાથે જ હતો. પૈસાની કાંઈ પેટ ન હતી. થોડા જ દિવસમાં એક ભવ્ય પ્રાસાદ તૈયાર થયો. મંદિર બહાર એક ભવ્ય વાવ બનાવવામાં આવી. મંદિર તૈયાર થતાં તેમાં મુનિસુવ્રતસ્વામી જીની પ્રતિમા સ્થાપન કરવામાં આવ્યાં. ઘણું ભક્તિથી સ્નાત્રાદિ ઓચ્છવ કરી, સુદર્શનાએ સપરિવાર મુનિસુવ્રત તીર્થંકરની પૂજા કરી.
મંદિર તૈયાર થતાં લાગેલા દિવસોમાં સુદર્શના, શીળવતી વિગેરે ગ્ય છેએ મહાત્મા શ્રી વિજયકુમાર મુનિ પાસેથી જૈનધર્મ સંબંધી ઘણું સુક્ષ્મ જ્ઞાન સંપાદન કર્યું તેમજ વ્રત, નિયમાદિ યોગ્ય અભિગ્રહ ગ્રહણ કર્યા.
મુનિશ્રી વિજયકુમાર પણ આ પ્રમાણે અનેક જીને ૨. ઉપકાર કરી અર્થાત્ ધર્મમાં જોડી આત્માને કૃતાર્થ માનવા લાગ્યા.
આ બાજુ શીળવતી, સુદર્શના, રીષભદત્ત વિગેરે વિજયકુમાર મુનિને વંદન કરી વિમળ પર્વતથી નીચા ઉતર્યા અને પરિવાર સહિત વહાણમાં બેસી ભરૂચ તરફ પ્રયાણ કર્યું. આ
વિજયકુમાર મુનિ કર્મને ક્ષય કરી, કેવળજ્ઞાન પામી, નિર્વાણપદ પામ્યાં.