________________
(૨૪૯) દુ:ખરૂપ છે. કષ્ટ આબે ઉદિન ન થવું, વૈભવ મળવાથી અહંકારી ન થવું અને પ્રભુતા મળવાથી તુચ્છતા ન કરવી તે જ મહાન પુરૂષોનું ઉત્તમ વ્રત છે. રાજઅવસ્થામાં પણ વિરકત દશાએ કેટલાક દિવસ પર્યત નરવિક્રમ રાજાએ રાજ્યનું પાલન કર્યું. તે અરસામાં ભાવનાથી પવિત્ર શ્રાવકધર્મની ટોચ ઉપર તે રાજા પહોંચ્યો હતો. છેવટે સર્વથા વિરકત થઈ, સદ્દગુરુ પાસે નિર્મળ ચારિત્રધર્મ અંગીકાર કર્યો. વિશુદ્ધ ભાવે ચારિત્રનું આરાધન કરી, નરવિક્રમ રાજા મહેંદ્ર કલ્પમાં દેવપણે ઉત્પન્ન થયો. ત્યાં દવિક વૈભવ ભોગવી, ત્યાંથી આવી વિદેહ ક્ષેત્રમાં ઉત્તમકુળે જન્મ પામે. એગ્ય વયે ચારિત્ર લઈ, સર્વ કર્મને નાશ કરી, નરવિક્રમ નિર્વાણપદ પામે.
આ પ્રમાણે મહાઅર્થવાળો પણ સંક્ષેપમાં ભાવનામય ધમ મેં તમને સંભળાવ્યો. ભાવના ધર્મ શાશ્વત સુખનું પરમ કારણ છે માટે વારંવાર તેમાં આદર કર.
સુદર્શના ! મનુષ્યનું આયુષ્ય સ્વ૫ અને અનેક ઉપાધિથી ભરપૂર છે, માટે ધર્મમાં આદર કરવા માટે ભાવી કાળની રાહ ન જેવી. ટૂંકામાં ચાર પ્રકારને ધર્મ તમારે લાયક મેં સંભળાવ્યું છે. વળી વિશેષમાં કહેવાનું એટલું છે કે–આ વિમળ નામને પહાડ સમુદ્રના કિલ્લાની વચમાં આવે છે. વળી વિશેષ પ્રકારે નિર્જન સ્થાન છે. આ રમણિક પ્રદેશ. દેવો, સિધ્ધો, યક્ષ અને વિદ્યાધરને કીડા કરવાનાં સ્થાનસમાન છે. આ સ્થળે કઈક ધર્મનું સ્થાન હેય તે ક્રીડાદિમાં પ્રમાદી, દેવ, દાનવાદિને પણ કાંઈક જાગૃતિ આપવાનું કે આમિક કલ્યાણ કરવામાં સહાયક તરીકે નિમિત્ત થઈ શકે. તું ધર્મની જાણકાર છે. સંસારી જીવ નિમિત્તવાસી છે. નિમિત્ત પ્રમાણે પ્રવૃત્તિ કરનારા છે તો અહીં એક મુનિસુવ્રતસ્વામીનું જે મંદિરદેવાલય હેય તો અહીં આવનાર અનેક જીવોને શુભ આલંબનરૂપ થઈ શકે. થોડા વખત પણ તેઓ પિતાની જિંદગીને શુભ માગમાં વ્યય કરી શકે. ગૃહસ્થને ધન પામ્યાનું સાર્થકપણું આ જ છે