________________
(૨૮)
બાસાહેબ! આ અવસર આપને માટે પૂર્ણ હર્ષનો છે તો તે ઠેકાણે આપ ખેદ નહિં કરે–વિગેરે
એ અવસરે કેટલાં એક માણસે દોડતા રાજા પાસે ગયાં, અને રાણું વહાણમાં હોવાની વધામણું આપી. રાજા તત્કાળ ત્યાં આવ્યા. રાજાનાં આનંદને પાર ન રહ્યો. હર્ષથી તેના રોમ વિકસિત થઈ, આનંદ બહાર નીકળવા લાગ્યો. રાજા રાણીને ભેટી પડયા અને હૃદયમાં ભરેલા દુ;ખ તથા વિયેગને, હર્ષ સુધારા બહાર કાઢયાં. રાજાએ શહેર શણગાયું. મોટા મહેચ્છવપૂર્વક રાણુનો શહેરમાં પ્રવેશ થયે. રાણું એક હાથણી ઉપર બેઠી હતી. તેણીને શરીરને ગૌર વર્ણ કાળા મેઘ ઉપર રહેલી (સાથે રહેલી) વીજળીની માફક શોભતો હતો. બન્ને કુમારો પાસે બેસી, રાણીને ચામર વિંઝતા હતા. લોકે દેવીની માફક રાણીને આશ્ચર્ય દષ્ટિથી નિહાળતા હતા.
અહા ! કર્મની કેવી વિચિત્ર રચના ! દુનિયામાં કેવી અનિશ્ચિત સ્થિતિ! ક્ષણમાં શોક અને ક્ષણમાં આનંદ! આ જ શુભાશુભ કર્મોને વિપાક. આ જ પુન્ય પાપનાં ફળ, ખરેખર વિચારવાને એ જાગૃત થવું જોઈએ, અને જીવન સુખમય બનાવવું જોઈએ. . . રાજકુટુંબમાં આનંદ છવાઈ રહ્યો. રાજાને જે આનંદ થયો હતો તે તો તે જ જાણતો હતો. રાજાએ સર્વ વૃત્તાંત જણાવવા રાણાને કહ્યું, રાણીએ ઉત્તરમાં જણાવ્યું પ્રથમ આ દેહલ વણિકને અભયદાન આપવાનું આપ વચન આપે એટલે હું બધું વૃત્તાંત જણાવું. રાજાએ તેમ કરવા હા કહી એટલે રાણીએ પિતાનું હરણ કરવું, દેવીનું આગમન, બહેનની માફક વર્તન કરવાનું કહેવું અને તે પ્રમાણે દેહલનું આજપર્યત પાળવાનું સર્વ વૃત્તાંત જણાવ્યું.
રાજાને દેહલ પર ગુસ્સો તો ઘણો આબે, પણ વચનથી બંધાચેલ હોવાથી, તેના સર્વસ્વ સાથે દેહલને દેશપાર કરી જીવતો મૂકી દીધા. તે દિવસથી રાજા, રાજ્યસુખને સુખ તરીકે માનવા લાગ્યું. કેમકે હૃદયને નિવૃત્તિ તે જ પરમ સુખ છે. તે સિવાયનું સુખ પણ