________________
(૧૬૧) વીરભદ્ર–તેણી દિવસે કેવી રીતે પસાર કરે છે ? વિનયવતી–વીણદિ વગાડ્યા પ્રમુખથી. વીરભદ્ર–હું તારી સાથે તેણીની પાસે આવું ? વિનયવતી–તેણું તો પુરુષનું મુખ પણ જતી નથી. વીરભદ્ર– હું સ્ત્રીનું રૂપ ધારણ કરી તારી સાથે આવું તે ? વિનયવતી–તેમ થાય તો પછી કાંઈ અડચણ નથી. ગુટિકાના પ્રયોગથી સ્ત્રી રૂપ ધારણ કરી વીરભદ્ર સાથે ગો રાજપુત્રી–સખી ! તારી સાથે આવેલી આ યુવતી કોણ છે ? વિનયવતી–તેણું મારી બહેન છે.
એ અવસરે રાજકુંવરી પાટીયાં ઉપર, પતિ વિરહથી પીડા પામેલી રાજહંસી આળેખતી હતી. તે દેખી યુવતી રૂપધારી વીરભદ્દે જણાવ્યું–રાજપુત્રી! તમે વિરહથી વિધુરિત હંસી આળખવા માંડી છે પણ તેની દષ્ટિ આદિ વિરહાદ્રિત આળેખાયાં નથી.
સજપુત્રી–જે એમ છે તો તમે તેવાં વિરહાદ્રિત આલેખી બતાવે.
- આ પ્રમાણે કહી પાટિયું તેના હાથમાં મૂક્યું. વીરભદ્દે પણ વિરહને પ્રગટ ભાસ થાય તેવું હંસીનું રૂપ આળેખી આપ્યું. તે દેખી રાજપુત્રી બોલી ઊઠી. અહા ! આંતર્ભાવ પ્રકાશક ચિત્ર આળેખવાનું કુશલપણું તમારામાં અપૂર્વ છે. જુઓ તે ખરાં, આ હંસની દષ્ટિ અશ્રુજળથી પૂર્ણ દેખાય છે. તેની ચાંચ અને ગ્રીવા શિથિલ થઈ ગઈ છે. વદન ગગ્લાનિ પામ્યું છે. ઉપાડવાને અસમર્થ હોય તેવી તેની પાંખે શિથિલ થઈ જાય છે. એનું બેસવાનું સ્થાન કેવું શૂન્ય લાગે છે ? વધારે શું જણાવું? કોઈના બતાવ્યા સિવાય પણ સ્વાભાવિક રીતે આ સી વિરહાકુળ જણાય છે.
- રાજપુત્રી–આવી કળાથી ભરપૂર તારી બહેનને આટલા દિવસ મારી પાસે કેમ ન લાવી ? ૧૧