________________
(૨૫) સાલવા લાગ્યો. એટલું જ નહિં પણુ રાજ પિોક મૂકી માટે સ્વરે રડવા લાગ્યો. થોડા વખતમાં જ બેભાન થઈ રાજા સિંહાસન પરથી ઉછળી પૃથ્વી પર ઢળી પડ્યો. પ્રધાનોએ નાના પ્રકારના શીતળ ઉપચાર કરી તેને શુદ્ધિમાં લાવ્યા શુદ્ધિમાં આવ્યા. પછી રાજા પોતે પુત્રવિયોગે ઘણું રડયા અને પરિજનોને પણ રડાવ્યાં.
ગુણાનુરાગી પ્રજા પણ રડી. કુમારની માતા ચ પિકલતા પણ પુત્રવિયોગે દુઃખણું થઈ નાના પ્રકારના વિલાપ કરવા લાગી.
વિવિધ પ્રકારના વિલાપ કરતા, રાજા, રાણી, પરિજન વિગેરેને દિલાસો આપી પ્રધાનમંડળે ઘણી મહેનતે શાંત કર્યા અને કુમારને પાછા બોલાવવા માટે ચારે બાજુ પુરૂષો દોડાવ્યા.
આ બાજુ રાજકુમાર, શીળવતી અને બન્ને બાળકુમારને સાથે લઈ અખંડ પ્રમાણે આગળ ચાલવા લાગ્યો. અનુક્રમે ચાલતાં દશનપુર નામના બંદરે જઈ પહોંચ્યા.
આ શહેર અનેક કોટીશ્વર ધનાઢયોથી ભરપૂર હતું. ત્યાંના લોકે મોટે ભાગે સુખી હતા. આ શહેરમાં કુમારની એડળખાણુવાળું કોઈ જણાતું ન હતું. વળી દ્રવ્ય પાર્જન કરવાને પ્રસંગ કોઈ વખત પણ આવેલો ન હોવાથી તે સંબંધી તેને કાંઇ માહિતગારી ન હતી, શહેરની બહાર પાડલ નામના માળીને ઘેર કુમાર જઈ ચડયો.
આ માળી ભકિક સ્વભાવનો હતો. દુઃખી જીવોને દેખી તેના હૃદયમાં દયા ઉછળતી. તે ગુણાનુરાગી અને ઉપશાંત સ્વભાવનો હેવા સાથે પરોપકાર કરવામાં તત્પર રહેતો હતો.
પોતાને ઘેર આવેલા દુઃખી મનુષ્યને દેખી તેણે તેને આદરસરકાર આપે. ઘણું સભ્યતાથી તેણે કહ્યું. તમે મારે ઘેર ખુશીથી રહે. કર્માધીન છાને વિદ્ધ અવસ્થા આવી પડે છે. દુનિયામાં કોણ
૧૪.