________________
(૨૩૯)
ઊતરશે તેમ તેમ તેને આત્મપરિણતિ વિશુદ્ધ થવાપૂર્વક ઘણું ફાયદાઓ થશે. આ ભાવનાના વિચારથી પવિત્ર હૃદય થતાં, અને અપમતપણે ગુવાદિની સેવા કરતાં થોડા જ વખતમાં તમને તમારી પ્રિયા અને પુત્ર સાથે મેળાપ થશે. ( આ પ્રમાણે ગુરૂ તરફથી ધર્મોપદેશ સાંભળી રાજાએ સમ્યકત્વપૂર્વક ગૃહસ્થ ધર્મ અંગીકાર કર્યો. અને આનંદ પામતો રાજા પિતાને મંદિર પાછો ફર્યો.
તે દિવસથી રાજાએ ત્રિકાળ (ત્રણ વખત) જિનેશ્વરની પ્રતિમાજીનું પૂજન કરવું શરૂ કર્યું. ઉપગપૂર્વક બન્ને વખત આવશ્યક કરવા લાગ્યો. “ લીધેલ વ્રતમાં દિવસે અગર રત્રીએ કાંઈપણ અતિયારરૂપ દૂષણ લાગ્યું હોય તો તે સંભારીને માફી માંગવી ફરી તેમ ન કરવા દઢતા કરવી. આમ કરવાથી લીધેલ નિયમે દઢતાથી પળે છે, એટલું જ નહિં પણ તેમાં વધારો થાય છે. વ્રતધારીઓને આ આવશ્યક કિયા અવશ્ય કરવા ગ્ય છે.”
રાજા સુપાત્રમાં દાન આપે છે. નિર્મળ શીયળ પાળે છે શકત્યનુસાર તપશ્ચર્યા કરે છે. પવિત્ર મનથી સ્વાધ્યાય કરે છે. બહુમાનપૂર્વક ગુરુના ચરણકમળ સેવે છે અને પાપને ભય રાખી નીતિથી રાજ્યનું પાલન કરે છે. પાછલી રાત્રીએ જાગૃત થઈ, મમત્વભાવના ત્યાગ કરાવનાર અને ધર્મધ્યાનમાં પ્રવૃત્તિ કરાવનાર ભાવનાનો આ પ્રમાણે વિચાર કરે છે.
હે જીવ! રૂપ, યૌવન, ધન, સ્વજનાદિને સ્નેહ અને ઐશ્વર્યાદિ સ્વપ્ન–પ્રાપ્તિની માફક, સર્વ અનિત્ય છે અને ક્ષણભંગુર છે.
પારધીવડે પાસમાં પકડાયેલાં હરિણની માફક, આ જીવનું રક્ષણ કરનાર સંસારમાં કોઈ નથી. પ્રિય માતા, પિતા, પુત્ર, સ્ત્રી, સ્વામિ-ધન -કુટુંબાદિ નામના જ સંબંધી યાને રક્ષક છે. ધર્મ સિવાય અન્ય કેઈથી રક્ષણ થઈ શતું નથી.