________________
(૨૪૨).
યબીભરેલી સ્થીતિ છે. મનુષ્યનાં સદ્ભાગ્ય બીજાના હૃદયમાં પ્રવેશ કરી, તેને પિતાને) મદદ કરવાને પ્રેરે છે. આવું કોઈ પણ ગુપ્ત મદદ ગાર હોય તે તે પોતાનાં શુભ કર્મ જ છે. તે જ સર્વ સ્થળે જવાનું રક્ષણ કરે છે. | નદીના કિનારા પર રહેલા કુમાર પાસે એક મનુષ્ય આવ્યો. તેઓની ભવ્ય આકૃતિ દેખી “આ કોઈ રાજકુમારે હોવા જોઈએ. તેનાં ઉત્તમ લક્ષણેથી જાણે નળ, કુબેરની જોડ હેય તેમ જણાય છે.” ઇત્યાદિ વિચાર કરી, દુઃખીઆઓને મદદ કરવાની પ્રબળ ઇચ્છાથી તે બન્ને ભાઈઓને એક કિનારે એકઠા કર્યા. અને ઘણા સ્નેહથી તેઓને પાસેના ગેકુળમાં લઈ ગયા. ગેકુળના માલિકને તેનું દુ:ખી વૃત્તાંત નિવેદન કરી, તેના પાલન-પોષણ માટે તેણે બને કુમારોને ગોકુળ અધિપતિને સેંયા.
ગોકુળને માલીક પણ પુત્ર વિનાને હતા. એટલે તેણે આ બન્ને રાજકુમારને પોતાની પત્નીને પુત્રપણે આપ્યા. ગોવાળણી તેના ઉપર પુત્રની માફક પ્રેમ રાખી સ્નાન, વસ્ત્રાદિકની યોગ્ય વ્યવસ્થા કરવા લાગી.
એક દિવસે ગોકુળનો માલીક જયવર્ધનપુરમાં નરવિક્રમ રાજા પાસે કાર્યપ્રસંગથી મળવા જવા માટે નીકળ્યો. તે દેખી શહેર દેખવાની ઉત્કંઠાથી બને કુમારો પણ આગ્રહથી તેની સાથે ગયા. શહેરમાં આવી, રાજાની પાસે ભેટશું મૂકી, નમસ્કાર કરી ગોકુળને માલિક ઊભો રહ્યો.
ગેકુળના અધિપતિ પાસે ઉભેલા બન્ને બાળકોને દેખી રાજા અનિમેષ દૃષ્ટિએ તેઓને સન્મુખ જોઈ રહ્યો. કેટલોક વખત જવા પછી રાજાએ મન સાથે નિશ્ચય કર્યો કે આ બન્ને બાળકો મારા પુત્ર જ છે. મારું હૃદય તેમજ સાક્ષી આપે છે.
રાજાએ વૃદ્ધ ગવાળને પૂછયું. આ બન્ને પુત્ર કેના છે? તેણે પણુ યથાસ્થિત વૃત્તાંત કહી આપ્યું. તે સાંભળી રાજા, એકદમ