________________
(૨૪૧)
આ ચૌદ રાજલોકમાં, એક વાળના અગ્રભાગ જેટલું પણ થળ ખાલી નથી કે જ્યાં આ છ જન્મ, મરણ કરી તે સ્થળને સ્પર્શ કર્યો ન હોય. આમ છે છતાં હજી સંસારવાસથી વિરકિત પામતું નથી એ મોટું આશ્ચર્ય છે.
ઘણું ઊંડા સમુદ્રમાં પડેલું ઉત્તમ રત્ન, જેમ ઘણું મહેનત હાથ આવે છે, તેમ સંસારચક્રમાં પરિભ્રમણ કરતાં હે જીવ! સમ્યકત્વ ધર્મ શ્રદ્ધાનરૂ૫ રત્ન, તને ઘણું મહેનતે આ વખતે હાથ આવ્યું છે તે, હવે પ્રમાદ કરી તે રત્નને ગુમાવીશ નહિં.
ગુણરૂપ મણિની ઉત્પત્તિમાં રોહણાચળ સમાન, પ્રમાદરૂપ ગહન વન ભાંગવામાં કરી તુલ્ય, અને નિર્વાણ ફળ માટે ઉત્તમ વૃક્ષ સમાન, આ દુનિયામાં સદ્દગુરુને સમાગમ ભાગ્યે જ મળી શકે છે તે મેળવ્યા છતાં હે જીવ! હવે તું પ્રમાદી ન થા.
ઈત્યાદિ ભાવનાના વિચારોથી, નિરંતર સંવેગમાં વૃદ્ધિ પામતો નરવિક્રમ રાજા, વિશુદ્ધ ગૃહસ્થ ધર્મને સુસમાધિએ પાલન કરતો હતો.
આ તરફ નદીના કિનારા ઉપર રહેલા બન્ને કુમારની શી સ્થિતિ થઈ તે તરફ નજર કરીએ. નદીનાં પાણ ધીમે ધીમે ઉતરી ગયાં. એક કુમાર આ કિનારે અને બીજો કુમાર સામે કિનારે ઊભા હતા.
માતાની ગવેષણ કરતાં પિતાનો વિયોગ થયો. આ બાળકુમારના દુઃખને પાર ન રહ્યો. તેઓ ગમે તેમ રડે. અત્યારે તેને છાનું રાખનાર કોણ હતું ? તેને ખાવાનું આપનાર કે પાલન કરનાર કોણ રહ્યું ? તેનાં ભાવી કમ સિવાય કે જ નહિ. | ગમે તેવી વિષમ દશામાં પણ જીવતાં ભાગ્ય સાથે જ હોય છે. દરેક જીવોને તેનો જ આધાર છે. બીજા જ કે મા, બાપ વગેરે નિમિત્ત માત્ર છે. જન્મતાં જ મરણ પામેલ માતા, પિતાવાળા બાળકનું કાણું રક્ષણ કરે છે. ? કર્મ જ. તેમજ મહાન રાજ્યારૂઢ પદમાંથી નીચે કોણ પટકે છે ? ભાજ, શુભાશુભ કર્મની અન્ય