________________
(૨૪૩)
યુને ભેટી પડ્યો. પિતાના પાળામાં બેસારી મસ્તક પર ચુંબન કર્યું રાજાના નેત્રમાંથી હર્ષના આંસુ છૂટવા લાગ્યાં. રડતા સ્વરે રાજાએ સભાના લોકોને કહ્યું. આ બન્ને મારા પુત્રે છે. ગુરુની કૃપાથી આજે તે વિયોગી પુત્રોને મેળાપ થયો છે. એમ કહી ગેકુળપતિને કુમારના રક્ષણ કરવાના બદલામાં ઘણે શિરપાવ આપી, માનપૂર્વક વિસર્જન કર્યો.
બીજે દિવસે રાજકુમારોને સાથે લઈ રાજા ગુરૂ પાસે ગયો, અને પુત્રોનો મેળાપ થવાના શુભ સમાચાર નિવેદિત કર્યા.
ગુરૂએ કહ્યું-રાજન ! આ કાર્ય તો શું? પણ ધર્મના પ્રભાવથી અસાધ્ય કાર્યો પણ સિદ્ધ થાય છે, થડા દિવસમાં તમારી રાણીનો પણ મેળાપ થશે. ધર્મને પ્રભાવ ક૯૫ક્ષના મહામ્યને પણ હઠાવે તે છે.
ધર્મ, દુઃખને દૂર કરે છે. સુખ મેળવી આપે છે. સમાધિ ઉત્પન્ન કરે છે. ઇચ્છિત વસ્તુ આપે છે અને વિપત્તિમાંથી બચાવ પશું કરે છે.
ગુરુના વચનથી, તેમજ પ્રત્યક્ષ પુત્રરૂપ ફલપ્રાપ્તિથી, રાજાને ધર્મ ઉપરની શ્રદ્ધા મજબૂત થતી ચાલી. વિશેષ સંવેગ પામી ભાવનાની વિશુદ્ધિપૂર્વક, ગૃહસ્થ ધર્મમાં વધારે આદરવાળો થયો. ગુરૂને નમસ્કાર કરી રાજા પોતાના મહેલમાં આવ્યું. • હવે રાણી શીળમતીની સ્થિતિ શું થઈ તે તરફ નજર કરીએ. શીળમતીનું હરણ કરવા માટે દેહલ વણિકે તેણુને પિતાના વહાણું ઉપર ખેંચી લીધી. શીળમતીએ તેના પંજામાંથી છૂટવાને ઘણો પ્રયત્ન કર્યો પણ તે સર્વ નિરર્થક ગયો. તેના હાથમાંથી છૂટી ન શકી એટલે તેણીએ વહાણમાં પડતું મૂક્યું. મૂચ્છથી તેણુના ને મીંચાઈ ગયાં. સમુદ્રના શીતળ પવનથી કેટલીક વારે જાગ્રત થઈ. અતિ દુઃસહ વિરહદુઃખથી દુઃખી થઈ વિલાપ કરવા અને મદદ માગવા લાગી.
હે સમુદ્રદેવતાઓ ? વહાણુધિષ્ઠાત દેવીઓ ! હે સને ?