________________
( ર૩૮)
એકત્વ ભાવનાને વિચાર કરતાં પોતે કોઈને નથી અને પિતાનું કેઈ નથી. સુખ, દુઃખાદિકનો યા જન્મ, મરણાદિકનો કર્તા અને અનુભવ કરનાર પોતે જ છે. ઇત્યાદિ કારણોથી પિતે એક્લો જ છે તે અનુભવ થવો જોઈએ. ૪
અન્યત્વ ભાવનાના વિચારથી દેહ-આત્માને ભિન્નભિન્ન અનુભવ થવો જોઈએ. ૫
અશુચિ ભાવનાના વિચારથી દેહ ઉપરથી દેહમમત્વ ભાવયાને સ્નેહભાવ ચાલ્યો જ જોઈએ. ૬
આશ્રવભાવનાના વિચારથી પુન્ય, પાપને આવવાનાં સવ કારણે વારંવાર સ્મરણમાં આવવા જોઈએ. તે સાથે તેવી પ્રવૃત્તિમાં પ્રવેશ ન થાય તે માટે યોગ્યતાનુસાર સાવધાન રહેવું જોઈએ. ૭
સંવરભાવનાના વિચાથી આવતા કર્મને રોકવાના ઉપાય સ્મૃતિમાં રહેવા જોઇએ અને તેવો પ્રયત્ન કરી જોઈએ. ૮
નિર્જરાભાવનાના વિચારથી-મિથ્યાત્વ–અવિરતિ કષાય-પ્રમાદ અને રોગથી આવેલ કર્મ કાઢવા પ્રયત્ન કરવો જોઈએ. તે માટે વિશુદ્ધિને વધારે કર. ૯
લેકસ્વભાવ ભાવનાના વિચારથી-સંસારચક્રમાં પરિભ્રમણ કરનાર છનાં ખરાબ આચરણ વિગેરે. તથા પુન્યથી ગવાતા વૈભવ વિગેરે જાણી, ખેદ તથા આશ્ચર્ય થવું ન જોઈએ. તેમજ ભવચકના પરિભ્રમણથી કંટાળો આવ જોઈએ. ૧૯
બધિદુર્લભ ભાવનાના વિચારોથી અને ધર્મમાં સહાયક દેવ, ગુર્વાદિના સંગની દુર્લભ પ્રાપ્તિના વિચારોથી અપ્રમત્ત દશા પામી, જેમ બને તેમ ઉત્તમ સંગ યા નિમિત્તે મેળવી, કર્મશત્રુઓને ક્ષય કરવા માટે તૈયાર થવું જોઈએ. ૧૧-૧૨
હે રાજન ! આ ભાવનાઓના વિચારમાં ઘણું ઊંડું રહસ્ય રહેલું છે. આત્મહિત ઈચ્છનાર છે જેમ જેમ તેના વિચારમાં ઊંડા