________________
(૨૩૬)
' રાજાએ કહ્યું-નહિ પિયા, હું તેને ઓળખતા નથી કે તે કોણ છે? તને ખબર હોય તે તું કહે તે કોણ છે ? ' સુલતાએ કહ્યું. તમે જેનું સર્વસ્વ લઈ લીધું છે અને હું પ્રથમ જેની અત્ની છું તે મારા વિરહથી અને ધનના નાશથી ઘેલો થઈ ગયેલો વસુશ્રેષ્ઠી છે. અહા ! તેની કેવી દશા થઈ છે ? સુલસાએ ઊડે નિસાસો મૂકો. - સુલતાના કહેવાથી અને વસુશ્રેષ્ઠીની સ્થિતિ નજરે જોવાથી રાજા પિતાના કરેલ પાપનો પશ્ચાત્તાપ કરતે, આ પ્રમાણે ચિંતવવા લાગે. હા હામારાં આ પાપી કર્તવ્યને ધિક્કાર થાઓ. શરદ
ઋતુના ચંદ્રની માફક ઉજવળ કુળને મેં કલંકિત કર્યું. શ્રતીતિ ૨૫ મહેલને અપકીર્તિરૂપ ધૂળથી મલિન કર્યો. સ્વજનનાં મુખ શ્યામ કર્યા. ગુણ-સમુદાયને હાથથી પકડીને બહાર કાઢી મૂક્યો. કલ્યાણને માર્ગ બંધ કર્યો અને વ્યસનના દરવાજા ખુલ્લા મૂક્યા. પરદાદા અને પરધન-હરણ કરવાથી નિચે સદ્ગતિનાં કારે મારા માટે બંધ થયાં અને દુર્ગતિનો કિલ્લો મજબૂત થયે. હા ! હા ! ઘર પાપ કરનાર હું મારૂં મુખ બીજાને કેવી રીતે દેખાડું? આ વાત હું કોની પાસે જઇને કરૂં? ઉભય કવિરુદ્ધ કાર્ય કરનાર આ નિર્ભાગ્યશેખરની શી ગતિ થશે ? - આ પ્રમાણે અકાર્યને પશ્ચાત્તાપ કરનાર રાજાને, વિશુદ્ધ પરિણામે મલિન વાસનામાંથી માર્ગ કરી આપ્યો વરાગ્ય રંગથી રંગાચેલા રાજાએ, બળતા ઘરની માફક ગૃહસ્થાવાસને ત્યાગ કરી, ગુણધર આચાર્ય પાસે ચારિત્ર લીધું. ભવિતવ્યતાના નિયોગે તત્કાળ તેના પર વીજળી પડી. વિશુદ્ધ પરિણામે મરણ પામી સૌધર્મદેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો. દેવિક આનંદને ઉપભોગ કરી, તે સોમચંદ્ર રાજાને જીવ-હે નરવિક્રમ રાજા! તું પોતે અહીં ઉત્પન્ન થયે.
પૂર્વભવમાં પરધન અને પરસ્ત્રીહરણાદિ જે પાપ કર્યું હતું