________________
(ર૩૪)
ઉત્સાહ ધારણ કરતા રાજાએ, શત્રુઓના સમુદાયને કંપાવનારી ભેરી તત્કાળ વગડાવી. ભેરીને શબ્દ સાંભળતાં જ સર્વ સભ્ય તૈયાર થઈ આવી મળ્યું. રાજા પણ ગજારૂઢ થઈ પ્રધાન સહિત જ્યાં આગળ ચાલે છે તેવામાં ઘણું ઝડપથી દોડતા આવતા એક પુરૂષે પ્રધાનને વધામણી આપી. પ્રધાન! ચક્રપુરના રાજા જયસેન પાસે રાજ્યકાર્ય માટે તમારા પુત્રને મોકલવામાં આવ્યા હતા તે કાર્ય સંપૂર્ણ કરીને અહીં આવે છે.
આ વધામણથી પ્રધાન ખુશી થયે. વધામણું લાવનારને તુષ્ટિદાન આપી વિદાય કર્યો. પુત્ર ઘણું દિવસે આવતો હોવાથી તેને મળવાની ઉત્કંઠાથી પ્રધાને તેને મળવા જવા માટે રાજા પાસે રજા માગી. આ અવસરે પ્રધાનને વિલંબ કરતો દેખી રાજાને ઘણે ગુસ્સો આવ્યો. તે ક્રોધથી બેલી ઉઠે. રણયાત્રામાં ભંગ કરવાવાળા તને તારા પુત્ર સાથે હાલ મેળાપ નહિ કરવા દેવામાં આવે, પણ શત્રુને વિજય કર્યા પછી તરત તેનો મેળાપ કરવા દેવામાં આવશે. આ પ્રમાણે કહી પ્રધાનને સાથે લઈ રાજા ઉધાનમાં ગયો. વસંત રાજ દેખવામાં ન આવ્યો. રાજાને કપ ચડ. અરે પ્રધાન ! તેં કહ્યું હતું કે વસંતરાજા ઉધાનમાં આવ્યું છે તે અહીં કેમ કોઈ દેખાતું નથી?
પ્રધાને કહ્યું-દેવ ! આપ જુવો તો ખરા. આ આપની દૃષ્ટિ આગળ જ વસંત રાજા (વસંતઋતુ ) વિલાસ કરી રહ્યો છે,
કોયલના શબ્દવડે આંબારૂપ ગજેંદ્રો ગરવ કરી રહ્યા છે. નાના પ્રકારના તરૂઓના પુરૂષ અને, ભ્રમરના ગુંજારવરૂપ હુંખારવ કરે છે. પલ્લરૂ૫ રથે શોભી રહ્યા છે. કેતકીનાં ઘાટાં નિકુંજેરૂપ દ્ધાઓ સનદ થઈ આપની સન્મુખ ઊભા છે.
પ્રધાનની આ દ્વિઅર્થી વચનરચનાથી રાજાને ઘણે સંતોષ થયા. રાજાએ કહ્યું-અરે પ્રધાન! તું જલદી જા. તારા પુત્રને મળી થત્રને વિજય કરી પાછો જલદી આવજે.