________________
(૨૦).
: ઈત્યાદિ વિચારતે, વૈર્ય ધારણ કરી રાજકુમાર નરવિક્રમ ત્યાર એઠે હતો. એ વખતમાં જયવર્ધન નગરને કીતિવર્મ રાજા અકસ્માત શુળના રોગથી મરણ પામ્યો. આ રાજ અપુત્રી હેવાથી, રાજ્ય પર કોઈ લાયક પુરૂષને સ્થાપન કરવા નિમિત્તે પ્રધાન પુરૂષોએ પાંચ દિવ્ય દેવાધિષ્ઠિત શણગારી તૈયાર કર્યા. હાથી, ઘોડા, ચામર, કલશ અને છત્ર-આ પાંચ દિવ્ય, આખા શહેરમાં ફરી, તહેરની બહાર વૃક્ષ તળે જ્યાં નરવિક્રમ કુમાર બેઠો હતો ત્યાં આવ્યાં.
દૂરથી કુમારને દેખી હાથીએ ગંભીર નાદ કર્યો. તે સાંભળતાં જ રાજકુમાર ચમકયો. તે કાંઈક વિચારમાં હતો. તેવામાં લીલાએ કરી જંબાઈત (બગાસાં ખાતો) થતો, શાંત મુદ્રા ધારણ કરી હાથી નજીક આવ્યો. તેની પાછળ, અશ્વ, ચામર, છત્ર અને કલશાદિ દેખી “આ વન હાથી નથી. પણ આમાં કાંઈક ગુપ્ત ભેદ છે.” ઇત્યાદિ વિચાર કરતા અને વિરહાનળથી તપેલા રાજકુમારને શાંત કરવાને માટે જ જાણે અમૃતનું સીંચન કરતો તેમ સુંઢાદડમાં રહેલા નિર્મળ જળથી ભરેલા કુંભવડે હાથીએ:કુમારનો અભિષેક કર્યો. અને ત્રણ પ્રદક્ષિણા કરી, શુંઢથી ઉપાડી પિતાના સ્કંધ ઉપર કુમારને બેસાર્યો.
અશ્વ પશુ નજીક આવી ત્રણ પ્રદક્ષિણા આપી, રોમાંચને વિકસિત કરતે, હર્ષથી ખારવ કરી કુમારના મુખ તરફ જઈ રહ્યો.
- ચંદ્રબિંબની માફક ઉજવળ છત્ર વિકસિત થઈ કુમાસ્તા મસ્તક ઉપર આવી રહ્યું.
વેત ચામર પણ ઉજ્વળ કાર્તિપુજની માફક નમ્ર થઈ બને બાજુ વિંજાવા લાગ્યાં. ( નવીન જળધરની મેઘન) માફક શ્યામ હાથી ઉપર આરૂઢ થયેલો કુમાર, વિંધ્યાચળના પહાડ ઉપર આરૂઢ થયેલા સિંહ કિશે ની માફક શોભવા લાગે.
આ બાજુ યોગ્ય સ્વામી મળવાથી આનંદિત થયેલા પ્રધાન