________________
(૨૩૧)
મંડળ તરણું ધ્વજાપતાકાદિવડે શહેર શણગાયું. શુભ મુહૂરે રાજમહેલમાં પ્રવેશ કરી રાજાએ સિંહાસન અલંકૃત કર્યું. મંગલિકનાં વાછ વાગવા લાગ્યાં. સામત વર્ગ આવી રાજાને પગે પડયો. પ્રજાવર્ગે ઉલટથી રાજ્યાભિષેક કર્યો, રાજકુમારના ગુણ અને પ્રતાપ આગળ વેરીવર્ગને પણ નમવું પડયું. ને અનુકૂળ કર્મસંગે ફરી પણ નરવિક્રમ રાજ્યરિદ્ધિને મેળવી શકો. આવી રિદ્ધિ પામ્યા છતાં પુત્ર, પત્નીના વિયોગે તેનું હૃદય શાંત ન હતું. વિગ શલ્યની માફક હૃદયમાં સાલતો હતો.
ખરી વાત છે. भुंजउ जंवा तं वा परिहिज्जउ सुंदरं वं इयरं वा । हठेण जथ्थ जोगा तं चिय रज्जं व सग्गो वा ॥१॥
મનુષ્યોને ગમે તેવું સારું યા નઠારું ખાવાનું મળતું હોય, ગમે તેવાં સારાં યા નઠારાં વસ્ત્રો પહેરવા મળતાં હોય પણ જ્યાં ઈષ્ટ મનુષ્ય સાથે સંગ છે તે જ રાજ્ય યા સ્વર્ગ ગણાય છે.
આ અવસરે સમંતભદ્ર નામના આચાર્ય તે જ જયવર્ધનપુરના ઉધાનમાં આવી સમવસર્યા. આચાર્ય શ્રી સવ-પરધર્મના સિદ્ધાંતમાં નિષ્ણાત હતા. છત્રીસ ગુણરૂપ રત્નોના નિવાસ માટે રહણાચળ સમાન હતા. મનના પ્રસરને ઘણુ ખૂબીથી રેકો હતો. ક્ષમાના નિવાસગ્રહ સમાન હતા. માઈવ ગુણથી માન સુબ્રટને તેમણે પરાભવ કર્યો હતો. સરલતાથી માયાને જીતી હતી. લેબરૂપ ખળપુરૂષને સંસષબળથી પરાજય કર્યો હતો. તપે તેજથી તેમનું શરીર પ્રદીપ્ત થઈ રહ્યું હતું. સંચમરૂપ રસથી ઈદ્રિયરૂપ અશ્વોને દમીને તેમણે સ્વાધીન કર્યા હતા. પિતાના પવિત્ર આચરણેથી જગતને સ્વાધીનની માફક આસાવતી કર્યું હતું. નિષ્કચનતાથી તેઓ અલંકૃત હતા. બ્રહ્મચર્ય ધારણ કરવાથી તેમનું શરીર પવિત્ર હતું.