________________
(૨૨૯ )
વૃક્ષની છાયા નીચે બેસી ખિન્ન હૃદયે, અશુભના ઉદયને તથા વિધિ : વિલસિતનો તે વિચાર કરવા લાગ્યો.
અહા! કેટલી બધી વિધિની વિષમતા ? જે વિચારમાં પણ ન આવે તેવાં અસહ્ય દુઃખ મારે માથે અચાનક લાવી નાખે છે. અરે કર્મો ! તમે મને થોડા વખતમાં દેવરિદ્ધિને વિસ્તાર બતાવો છે, અને ક્ષણવારમાં શૂન્ય વેરાન તુલ્ય જગલોમાં અથડાવો છે ? અહા ! માતાપિતાને વિયોગ ? પ્રિયાનો વિરહ ? પુત્રોનો વિહ ? ખરેખર ભૂતના બલીની માફક વિધિએ મારા કુટુંબને સઘળી દિશાઓમાં છિન્નભિન્ન વિખેરી નાંખ્યું. અરે ! માતાપિતાના વિયોગથી કે પિયાના વિરહથી મારું હૃદય તેટલું બળતું નથી કે જેટલું તે નિરાધાર બાળકોને દુઃખદાયી સ્થિતિમાં મૂકવાથી બળે છે. • એ વિષમ અને વિસંસ્થૂલ ચેષ્ટા કરાવનારી વિધિ ! તું જ મને રસ્તે બતાવ કે હવે હું શું કરું? અને કોને શરણે જાઉં ?
વિપરીત વિધિના વિયોગથી મહાન પુરૂષોને માથે પણ અ ફતો આવી પડે છે તે મારા જેવા અનાજકીડાઓને માથે દુઃખ આવે તેમાં આશ્ચર્યો શાનું ?
હે જીવ! દુખ વખતે હિમ્મતની પૂર્ણ જરૂર છે, શોક, પશ્ચાતાપ કે નાહિમ્મતથી દુઃખ એાછું થતું નથી. પણ ઊલટે દુઃખમાં વધારે થાય છે. હિમ્મતથી દુઃખના સમુદ્રો ઓળંગાય છે. હિમ્મતથી ગયેલી સ્થિતિ પાછી મેળવી શકાય છે. દુ:ખ પોતાના સત્વની કસેટી છે. દુ;ખ પિતાના આત્મસામર્થ્યને બહાર ખેંચી લાવનાર સાણસી છે. દુખ કર્મને નાશ કરનાર છે. દુખી જીવની સ્થિતિનું ભાન કરાવનાર દુ;ખ છે. ધર્મનાં માર્ગને બતાવનાર દુખ છે. ટૂંકામાં આત્માની ખરી સ્થિતિને યા ધર્માધર્મના વિવેકને બતાવનાર દુઃખ છે, માટે હે આત્મન્ ! ખેદ નહિ કર. હીમ્મત લાવ. જે થાય તે સારાને માટે જ, એમ ધારી તારા પિતાના વિચારની લગામ, પૂર્વ કર્મને યા વર્તમાન કાળને જ સોંપ.