________________
( ૨૨૩)
ઉછરેલી છે. રસ્તાઓ વિકટ છે. પગે ચાલવું, ટાઢ, તાપ ક્ષુધા, તુષા વિગેરે રસ્તાઓમાં સહન કરવું જોએ, તે તારાથી કેમ બનશે ?
શીળમતિ-પ્રાણનાથ ! આપ સાથે હોવાથી વિષમ માર્ગ પણ મને ધર સમાન થશે પણુ આપ સિવાય આ રાજમહેલે તે અટવી કે સ્મશાન સમાન મારે મન છે, ભિક્ષા પણ શુભકારી છે. પણ વ્યાધિવાળું શરીર દુઃખકારી છે તેમ આપની સાથે રહી દુ:ખ સહન કરવું તે સુખકારી છે પણ રાજમહેલમાં રહી આંતર દુઃખ વેઠવું તે ઠીક નથી. આપ મારી સાથે હશે તેા, સસરાજીનું કે પિતાજીતું મને કાંઈ પ્રયેાજન નથી. વિદ્યાને ખરૂં મુખ તેને કહે છે કેમનને શાંતિ મળે છે. તે શાંતિ મને આપ સિવાય કોઇ સ્થળે
મળનાર નથી.
રાજકુમાર———પ્રિયા 1 તમારા વિચાર સાથે આવવાના છે તે જલદી તૈયાર થાએ. આપણે અત્યારે જ અહીથી નિકળી જઋએ. કાઈને કહેવા પૂછવાની જરૂર નથી,
રાણી તરત જ પેાતાના અને નાના પુત્રાને સાથે લઇ કુમાર પાસે આવી ઊભી. રાજકુમાર તરત જ એક દિશાને ઉદ્દેશીને તેઆ સાથે, શહેર છેાડી જંગલ ભણી ચાલ્યેા ગયા.
રસ્તામાં રાણી પેાતાના મનમાં ચિંતા કરતી હતી. અહા ! કાં રાજ્યનું ઉત્તમ સુખ ? સ્નેહીઓની પ્રસન્નતા ? અને ઉત્તમ ભાગાની નિકટતા? સવ વસ્તુ એથ્રી કાળે નષ્ટ થઇ ? શું વિધિનુ વિલસિત ? કની કેવી વિષમતા ?
રાજકુમાર દુ:ખના ખીલકુલ વિચાર નહિં કરતા તેમ મુખના ચહેરાને પણ નહિ બદલાવતા, વિખવાદ વિના પ્રસન્ન ચિત્તે આગળ ચાલ્યા જાય છે. કહ્યું છે કે
बसणे विसायर हिया संपत्तीए अणुरत्ता न हुंति । मरणे व अणुधिगा साहससाराय सप्पुरिसा ॥