________________
(૨૧)
દંડમાંથી તે સ્ત્રીને જીવતી છોડાવી એક બાજુ નિરુપદ્રવસ્થાને તેને મૂકી,
આ અવસરે પૂર્વજન્મમાં કરેલું કોઈ દારૂણુકર્મ કુમારને ઉદય આવ્યું. તેને લઈ શુરવીરતાવાળા તથા દયાળુતાથી ભરપૂર આ કાર્યને અર્થે રાજાના મનમાં વિપરીત પણે પરિણમે, “હાથી કુમારે મારી નાખ્યો.” આ સાંભળતાં જ રાજાના અધર કેપથી ફરકવા લાગ્યા. ગુંજાની માફક વદન અને નેત્ર લાલ થઈ આવ્યાં. ઘીથી સિંચાયેલા અનિની માફક ધની જવાળાને વમતિ રાજા કુમારને કહેવા લાગ્યો.
અરે કુળપાસન, પાપકર્મી, મારી આજ્ઞા ઉલ્લંધનાર, દુરાત્મા મારી દષ્ટિથી તું દૂર થા. મારા પટ્ટ હાથીને તું કૃતાંત (યમ) છે. પિતાના જીવને જોખમમાં નાખી પરોપકાર કરનાર પિતાના પુરુષાર્થ ના બદલામાં રાજા તરફથી આ અન્યાયકારી જવાબ મળતાં. મહાન પરાભવથી કુમારનું શરીર બળવા લાગ્યું. તે વિચારવા લાગ્યા કે-શું મારે પિતાશ્રીને વિનય કરી તેમને શાંત કરી અહીં રહેવું ? અથવા તેમ તો નહિ જ કરવું. પિતાનું વચન ઉલ્લંધન કરી મારે અહીં રહેવું કોઈ પણ રીતે યોગ્ય નથી. અહા ! આ પરાભવ કેમ સહન થઈ શકે ? પ્રજાના મોટા ભાગના રક્ષણ માટે એક હાથીને મેં વધ કર્યો તેમાં ખોટું શું કર્યું ? જાણી જોઈને પિતાની આજ્ઞાને ભંગ મેં કર્યો નથી, છતાં મારા પર આટલો બધે પિતાશ્રીને કોપ? આ તિરસ્કાર ? નહિં નહિં અહીં, એક ક્ષણ પણ મારે રહેવું યોગ્ય નથી.
સાહસિક પુરુષો નિરાલંબન ગગન પર પરિભ્રમણ કરી શકે છે, પણ માની પુરુષો માનભંગને સહન નથી કરી શકતા. સાહસિક પુરૂષો ભીષણ સ્મશાનમાં પ્રવળતા વહિને મસ્તક પર ધારણ કરે છે. પણ તે માની પુરુષો માનભંગને સહન નથી કરી શકતા. પિતાની આજ્ઞાથી કાળકૂટ ઝેર ભક્ષણ કરવું કે તેવું જ કોઈ શુભાશુભ કાર્ય કરવું હું યોગ્ય ધારું છું પણ આ માનભંગ સહન કરવો તે મને યોગ્ય નથી લાગતું. ભરવું, પરદેશ ગમન કરવું કે બંધુવર્ગને ત્યાગ