________________
(૨૧૯).
પુત્રી! તું શીયળ ગુણથી ઉજવળ છે છતાં પણ ઉજ્વળતામાં નિત્ય વધારે થાય તેમ તું વર્તન કરજે. સાસુ, સસરાને વિનય નિય કરજે. અગ્નિ પવિત્ર છે તથાપિ તેની અવજ્ઞા કરવાથી (પગથી ચાંપવાથી) સંતાપને (દાહને) માટે થાય છે, તેમ પવિત્ર શ્વસુર વર્ગ પણ અવિનય કરવાથી કલેશદાયક થાય છે. તારા નામની માફક તારા શીયળ ગુણને કદી ન વિસરીશ. શીયળથી ભ્રષ્ટ થતાં બને ભવથી ભ્રષ્ટ થવાય છે. તારા સ્વામીનાં દરેક કાર્ય તું પિતે જાતે જ કરજે. તે નાકર વગ પાસે ન કરાવીશ. તેમ કરવાથી તારા સ્નેહની દોરી ટૂંકી થશે. પતિને અનુકૂળ વર્ગની ભક્તિ કરજે. નણંદાદિ વર્ગને નમસ્કાર કરજે. પતિથી વિરુદ્ધ વર્ગના મનુષ્ય સાથે સંભાષણ પણ ન કરજે. સર્વ પરિવારના લોકો સાથે કાતિથી સંભાષણ પણ ન કરજે. શેકો ઉપર પણ ખેદ ન કરીશ. સાંસારિક સુખાભિલાષિણ કુલબાલિકાઓનું આ પ્રમાણેનું વર્તન તે પતિનું ઉત્તમ વશીકરણ છે.
ઈત્યાદિ હિતશિક્ષા આપ, કેટલેક દૂર જઈ, પુત્રીના ગુણોનું સ્મરણ કરતો દેવસેન રાજ રાણુ સહિત ઉદાસીન ચહેરે પાછો ફર્યો.
રાજકુમાર પણ અખંડિત પ્રમાણે ચાલતાં, મયૂરની માફક રાહ. જોઈ રહેલાં માતાપિતાને નવીન મેઘની માફક આવી મળે. રાજાએ પ્રવેશ-મહોચ્છવ કર્યું. નવેઢા રાણી સાથે માતાપિતાને પગે પડ્યો. રાજા, રાણીએ ઉત્તમ આશીર્વાદ આપ્યો. બીજે દિવસે સામંતદિ. રાજવર્ગ અને પ્રજા વર્ગની સભા ભરી, રાજાએ નરવિક્રમ કુમારને યુવરાજપદે સ્થાપન કર્યો.
નાના પ્રકારના વૈભવવાળા પાંચ ઇન્દ્રિયના સુખનો અનુભવ કરતાં ઘણે વખત નીકળી ગયે. એ અરસામાં રાણું શીળમતીએ ફસમશેખર અને વિજયશેખર નામના બે કુમારને જન્મ આપ્યા. આ પુત્રો પિતામહ બાપના બાપ)ને વિશેષ પ્રિય થયા. એક દિવસે અલાનર્થંભનું ઉમૂલન કરી પદંડાથી સ્વેચ્છાએ નગરમાં ફરવા લાગ્યો. શહેરમાં મોટો કોળાહળ મચી રહ્યો. રાજાએ તેને