________________
(૨૧૭)
પરીક્ષા કર્યા સિવાયનો હજી એક મહાપુરુષ રહી ગયો છે. અને તે નરસિંહ રાજાને પુત્ર નરવિક્રમ છે કે જે બળ અને પુરૂષાર્થમાં એક
અદિતીય મલ ગણાય છે. આ સાંભળી રાજાને કાંઈક શાંતિ મળી. રાજાના નિર્દેશથી પ્રધાન પુરૂષોએ નરવિક્રમ કુમારને બોલાવવા માટે મને આપની પાસે મેલાવ્યો છે. હવે આ સંબંધમાં આપની જેવી આજ્ઞા.
દૂતનાં વચન સાંભળી નજીકમાં બેઠેલા કુમાર સન્મુખ રાજાએ જોયું. કુમારે રાજાને નમસ્કાર કરી જણાવ્યું. પિતાજી ! દેવના અનુભાવથી સર્વ સારૂં થશે. આપ આગળ વધારે શું કહું? આપની ઈચ્છાને આધીન હું ત્યાં જવાને તૈયાર છું..
રાજાએ ખાનગી સભા ભરી, પ્રધાન, સામંત અને નાગરિકોની સમ્મતિ માંગી કે કુમારને ત્યાં મોકલ કે કેમ ? સર્વને અભિપ્રાય કુમારને મોકલવાનો જ આવ્યો એટલે રાજાએ સર્વ સામગ્રી તૈયાર કરી આનંદથી હર્ષપુર તરફ જવાને, ચતુરંગ સૈન્ય સાથે રાજકુમારને રવાના કયે.
રાજકુમાર નરવિક્રમના આવવાના સમાચાર સાંભળી, તેને સત્કાર કરવા માટે રાજાએ યુવરાજને સામો મેકો. રાજકુમાર આવી પહેચતાં ઉત્તમ દિવસે, સત્કારપૂર્વક તેને શહેરમાં પ્રવેશ કરાવ્યો અને સંપૂર્ણ અનુકૂળતાવાળી સામગ્રીવાળા મહેલમાં ઉતારો આપો. બીજે દિવસે રાજકુમાર નરવિક્રમની મુલાકાત લઈ રાજકુમારીની પ્રતિજ્ઞા વિષે રાજાએ તેને વાકેફ કર્યો. અને કાળમેઘ મલ્લનો મલ્લયુદ્ધમાં પરાજય કરી જયપતાકા ગ્રહણ કરવાપૂર્વક રાજકુમારીનું પ્રાણિગ્રહણ કરવા સુચના કરી. રાજકુમારે તે વાત અગીકાર કરી એટલે રાજાએ મલ્લઅખાડાની ભૂમિ માંચા પ્રમુખ બેઠકના સાહિયોથી સુશોભિત કરી. - નગરલોકો સાથે રાજા પિતાની બેઠક ઉપર આવી બેઠે. લોકોએ પિતાની બેઠક લીધી કે તરત જ કાળમેલ અને નરવિક્રમ કુમાર