________________
( ૧૮૫ )
રાજન્ ! જન્મ, જરા, મરણુાદિ ખારા પાણીથી ભરપૂર અને ઇષ્ટવિયેાગ, અનિષ્ટસંયાગાદિ વડવાનળથી મળી રહેલા, આ દારૂણ્ સંસારસમુદ્ર, દુ:ખે પાર પામી શકાય તેવા છે. નારક, તિયચ, નર, અમર આદિ ગતિગ્મામાં નાના પ્રકારનાં તીવ્ર દુ:ખ રહેલાં છે, તે દુ:ખ આ છત્ર અનેક વાર પામ્યા છે. આ અનંત દુ:ખના હેતુભૂત ક્રોધ, માને, માયા અને લેાભ આ ચાર ભયંકર વિષધર છે. અજ્ઞાનતાથી
આ વિષધરા વાના હૃદયને સે છે. તેના ડસવાથી આ જીવ કા અકા, યુક્ત અયુક્ત, હિત અહિત યાદિમાં મૂઢ થઇ સાર અસારને કાંઇપણ વિચાર કરી શકતા નથી. વધારે શું કહેવું? કષાયથી પરાધીન થઈ બુદ્ધિમાન પણ એવાં કાય કરે છે કે આ જન્મમાં કે પરજન્મમાં તેને મહાન દુ:ખને અનુભવ કરવા પડે છે.
હે રાજન ! તમે પણુ કષાયને પરાધીન થઇ એક અનથ કર્યાં છે, છતાં વળી આ પાપતર ખીજો અનય અજ્ઞાનતાને આધીન થઈ શા માટે આદર્યો છે ? પાપથી દુ:ખ થાય છે. તે પાપ પ્રાણના ધાત કરવાથી થાય છે. પરના પ્રાણના ઘાત કરવાથી પણ પેાતાના પ્રાણના ઘાત કરવા તે અધિકતર પાપ છે. આપધાત કરવાને આ તમારે અધ્યવસાય મહાન દુ;ખના કારણરૂપ થશે. હે નરપતિ ! સારી રીતે વિચાર કર, અને સ` ઠેકાણે મેહ ન પામ. પાપથી ઉત્પન્ન થયેલા દુ.ખનું નિવારણ ધમ થી ઉત્પન્ન થયેલુ પુન્ય છે. જો તું દુઃખી ત્રાસ પામ્યા હાય તે। જિનેશ્વર ભગવાનની આજ્ઞા મુજબ ધર્મને
આદર કર.
હે રાજન ! વળી હું મારા જ્ઞાનથી જાણીને તને કહુ` છુ. કે– ધર્માંમાં પરાયણ થતાં નવીન ભુજાવાળી રાણી કળાવતીને તને ઘેાડા જ દિવસમાં મેળાપ થશે. વળી આ દુનિયામાં અધિક સહાય પામી ઘણા વખતપર્યંત રાજ્યતુ પાલન કરી, અંતમાં તું નિર્દોષ ચારિત્રધમ પામીશ માટે મરવાના દુરાગ્રહ મૂકી દઇ એક જ ક્વિસ મનને સ્થિર
૧. વ્યવહારીક શ્રમ શબ્દ અહીં વાપરવામાં આવ્યો છે.