________________
તે અપ્સરાઓ વિનુકુમાર મુનિના કાન આગળ ઊભી રહી શ્રતજ્ઞાનના રહસ્યવાળું, ગાંધાર સ્વરથી મધુર સ્વરે ગાન કરવા લાગી. . कोहेण जिया दजति तहय मुजंति अप्पाजेसु ॥ इहयं परथ्थ नरए वचति अणंतदुहभरिए ॥ १ ॥
હે મુનિ ! ક્રોધ કરવાથી જ આ જન્મમાં ( ક્રોધથી) દગ્ધ થાય છે. તેમજ આત્મકાર્યમાં મુંઝાય છે. અન્ય જન્મમાં અનંત દુખથી ભરેલા નરકમાં જાય છે. •
जं अज्जियं चारित देसूणाए वि पुन्चकोडीए ॥ तंपि कसाइयमिचो हारेइ नरो मुहुत्तेण ॥ १ ॥
કાંઈક ઊણું પૂર્વકોડ વર્ષો પર્યત પ્રયત્ન કરી મનુષ્યોએ જે ચારિત્રરૂપ ધન ઉપાર્જન કર્યું હોય છે તે પણ, કષાય માત્ર કરવાથી એક અંતર્મુહૂર્તમાં હારી જાય છે.
પરિતાપ ઉત્પન્ન કરનાર, સર્વને ઉદ્વેગ આપનાર, વરની પરંપરા વધારનાર અને ભવભવમાં દારૂણુ વિપાક આપનાર ક્રોધને તમે ત્યાગ કરે. હે મહર્ષિ ! જ્ઞાન, ધ્યાનને સર્વથા વિરોધી ક્રોધને સર્વથા ત્યાગ કરી ઉપલમિત થા. અમારા પર ક્ષમા કર. મુનિઓ ક્ષમાવાન હોય છે. આ પ્રમાણે ઉપશમ સારવાળાં વચને બેલતાં વિદ્યાધર, અસુરો અને કિન્નરીઓ વિગેરે તેની આગળ નૃત્ય કરતા જ્ઞાન કરવા લાગ્યા.
એ વેળાએ ભયથી સંબ્રાંત થયેલ મહાપદ્દમ રાજા ત્યાં આવ્યો. મસ્તકથી મુનિના પગને સ્પર્શ કરી ખમાવવા લાગે.
હે ભગવન! નમુચી, દુર્મતિ, ક્રૂર અધ્યવસાયવાળે, સંધને પ્રતિપક્ષી યાને વિરોધી છે તેની મને ખબર ન હતી. મેં શ્રી સંઘને મહાન અપરાધ કર્યો છે. ક્ષમા કરો. મારા પર પ્રસન્ન થાઓ. હું પણ તમારો સેવક છું. તમારે શરણે આવ્યો છું. હે નાથ ! આ