________________
પ્રકરણું ૨૯ મું
ભાવધર્મ
तक्काविहणो विजो लखणहीणोय पंडिओ लोए॥ भावविहूणो धम्मो तिनिवि गुरुई विडंबणया ॥१॥ इकोचिय सुहभावो होइ धुवं दाणसीलं तवहेउ ॥ जं धम्मो माविणा कस्सइ कइयावि न हु होइ ।। २ ॥
તક વિનાને વૈધ, વ્યાકરણ શાસ્ત્ર ભણ્યા વિનાનો પંડિત અને ભાવ વિનાને ધર્મ-આ ત્રણે પણ, લોકમાં મહાન વિડંબન સમાન છે.
એક શુભ ભાવ જ નિચે દાન, શીયળ અને તપનું કારણ છે કેમકે ભાવ વિનાને ધર્મ કેઈને કોઈ પણ વખત હેત જ નથી. ભાવ સિવાય કેવળ દાન, શીયળ કે તપાદિનું ચિરકાળ પર્યત સેવન કર્યું હોય તથાપિ તે આવળના પુષ્પની માફક નિરર્થક છે. ભાવ સિવાયનું ઘણું કાળનું પણ ચારિત્ર, અજ્ઞાન તપની માફક અસાર છે. તે જ ભાવ સહિત હેય તે થોડા વખતમાં નિર્વાણપદ આપે છે. ભાવ શબ્દનો સામાન્ય અર્થ વીતરાગ દેવના કહેલ વચનો ઉપર શ્રદ્ધાન, રાખવું યા તેને બરાબર સહવારૂપ સમ્યકત્વ- એ થાય છે, તથાપિ બાર ભાવનાનુસારે વર્તન કરવું એ તેને વિશેષ અર્થ છે. - પૌલિક પદાર્થોની અનિત્યતા, કર્માધીન જીવોની અશરણુતા, સંસારની વિચિત્રતા, સુખ દુઃખાદિ ભેગવવામાં એકાકીપણું, ચેતન્યની એક એકથી ભિન્ન સ્વભાવતા, શરીરની અશુચિતા, શુભાશુભ કર્મ આગમનના કારણની વિચારણા, શુભાશુભ કર્મ રોકવાના ઉપાય, પૂર્વ