________________
ભાવનાના તીવ્ર પુટથી વાસિત ચિત્તવાળા છે, સમગ્ર દુઃખને ઓળઘી, નરવિક્રમ રાજાની માફક ધર્મ તથા સુખ પામે છે.
નરવિકમ. આ ભારતવર્ષના કુરજંગલ દેશમાં, અમરાવતીની માફક શોભાવાળી જયંતિ નામની નગરી હતી. તે નગરીમાં સિંહની માફક અતુલ પરાક્રમી નરસિંહ રાજા રાજ્યશાસન કરતો હતો. તે રાજાને બીજા હૃદય સમાન પ્રેમપાત્ર ચંપકમાલા નામની રાણી હતી. તેની સાથે સંસારવાસને અનુભવ કરતાં ઘણું કાળ સુખમાં વ્યતીત થયા.
એક દિવસે પાછલી રાત્રીએ રાજા જાગ્રત થયા. તે અવસરે કોઈ માગધને આ પ્રમાણે બોલતાં સાંભળ્યો. * “ નાના પ્રકારના વૈભવોને અનુભવ કર્યો, વિષયવાસનાઓને વત કરી, પુત્રાદિ સંતતિ ઉત્પન્ન કરી અને શાખા, પ્રશાખારૂપ વંશની વૃદ્ધિ થઈ, છતાં પણ લાયક પુત્રને ગૃહને ભાર આરોપીને ને હજી સુધી જેને ધર્મ કરવાની રૂચિ થતી નથી તેને નિર્વાણસુખ કયાંથી મળે?”.
આ માગધનાં વચને સાંભળી, રાજા પુત્રરૂપ ચિંતાના સમુદ્રમાં ' ડૂબવા લાગ્યો. તે વિચારવા લાગ્યા. અહા ! જેનો પ્રતિકાર (ઉપાય) ન થઈ શકે તેટલું બધું પ્રબળ અંતરાયકર્મ મને કેવું દુ:ખ આપે છે ? અનેક રૂ૫, લાવણ્યતાવાળી ભારે રાણીઓ હોવા છતાં એક પણ રાણથી હજી સુધી પુત્રને લાભ મને મળ્યો નથી. પુત્ર સિવાય આ રાજ્યરિદ્ધિ કાને આપીને હું મારા આત્મકલ્યાણનો માર્ગ સાધું ? ઈત્યાદિ ચિંતામાં પાછલી રાત્રી પૂર્ણ કરી, પ્રાત:કાળના ષકર્મ કરી રાજા સભામાં અાવી બેઠે. અને બુદ્ધિમાન પ્રધાનાદિકને બોલાવી પુત્ર ચિંતા સંબંધી પિતા ની હકીકત જણાવી. પ્રધાને કહ્યું- મહારાજા !શુભાશુભ કર્મના ઉદયથી ઈછાનિક વસ્તુની પ્રાપ્તિ કે વિયોગ થાય છે તથાપિ મનુષ્યને ઉધમની પણ જરૂર છે. આકાશમાંથી સ્વાભાવિક