________________
(૨૦૧૩)
જન્મ થશે, તેની નિશાની તરીકે તારી રાણું ગર્ભ ધારણ કરવાની રાત્રીએ ઉત્તમ ધ્વજાનું સ્વપ્ન દેખશે. રાજાએ હાથ જોડી દેવીનું વચન તણા તેમ થાઓ, એમ બોલી હર્ષથી તેનું વચન અંગીકાર કર્યું.
રાજાએ ફરી નમ્રતાથી કહ્યું-મહાદેવી ! આ કપાળી ક્ષત્રીના વંશને ઉચ્છેદ કરનાર કેવી રીતે ? તે આપ કૃપા કરી જણાવશે.
દેવીએ કહ્યું. આ કપાલી પિતનપુર શહેરનો વીરસેન નામનો રાજા હતા. તેના શત્રુ રાજા રણમલે આને રાજ્યથી પદભ્રષ્ટ કર્યો હતો. રાજ્ય ભ્રષ્ટ થતાં ડગલે ડગલે પરાભવ પામતે તે પૃથ્વીતળ પર બ્રમણ કરવા લાગ્યો. દુઃખથી કંટાળી તે એક વખત બ્રગુપાત (પહાડ પરથી પડી આપઘાત કરે તે) કરવા ગયે. ત્યાં રહેલા મહાકાલ નામના યોગાચાર્યું તેને દીઠો. મરણથી પાછા હઠાવી તેને આ કપાલિક વ્રત આપ્યું છે.
પોતાના થયેલ પરાભવને બદલો લેવા માટે તેણે અનેક વાર ગુરુને વિનંતિ કરી, પિતાના મરણ સમયે તેણે તૈલોક્યવિજય નામનો મંત્ર આ કપાળીને આપે. અને એક આઠ રાજાના બલિદાન આપવાથી તે મંત્ર સિદ્ધ થશે વિગેરે વિધિ બતાવી
આ દુષ્ટ વિધાના ઉપાસક આ કપાળીએ કલિંગાદિ અનેક દેશના રાજાઓને આવા જ બહાનાઓથી મારી નાંખ્યા છે. ઈત્યાદિ સર્વ વૃત્તાંત રાજાને જણાવી, દેવી અદશ્ય થઈ ચાલી ગઈ | દેવીનું દર્શન, પિતાને અજબ રીતે બચાવ, કપાલીનું મરણ અને પુત્રનું વરદાન ઇત્યાદિ લાભથી હર્ષ પામતો રાજા શહેરમાં આવ્યો. રાજા મહેલમાં આવીને પલંગ પર સૂતો કે, તરત જ રાણું ચંપકમાલા રાજા પાસે આવી, નમ્ર વચનથી બલવા લાગી. અહે ! સુખીયાં મનુષ્યો શાંતિથી સુવે છે. રાજાએ કહ્યું. સુંદરી ! આ અવસરે આવવાનું શું પ્રયોજન ? વળી તારું હૃદય અત્યારે વિશેષ હર્ષવાળું જણાય છે, એ મારું કહેવું શું સત્ય છે ?