________________
(૨૧૧)
પાણી પડે છે. તેમજ જમીન ખોદવાની મહેનત કરવાથી પણ પાણી મેળવી શકાય છે, માટે પુત્ર ઉત્પત્તિ નિમિત્તે દેવનું આરાધન, ઔષધીથી સ્નાન, મૂળ-જડી-બુટ્ટી વિગેરેનું ભક્ષણ, અને અમુક વસ્તુનું પાન કરવું ઈત્યાદિ અનેક ઉપાયો છે. તે કામે લગાડતાં કઈ ઉપાય કોઈ વખત કાર્ય સિદ્ધ કરનાર થઈ પડે છે અને કર્મની વિપરીતતાથી કોઈ વખત પ્રયત્ન નિષ્ફળ પણ થાય છે.
મહારાજા ! આપ પણ આ ઉપાય કામે લગાડે-ઉપાય કરતાં કાર્ય સિદ્ધ ન થાય તો પછી મનુષ્યોને શું દેષ છે ?
મહારાજા ! મેં સાંભળ્યું છે કે કઈ રશિવ નામને યોગી હમણું કેટલાક દિવસથી આપણા શહેરમાં આવ્યો છે. તેણે પોતાના ચમત્કારિક વિજ્ઞાનથી લોકોને આશ્ચર્યમુગ્ધ કરી દીધા છે. તેમ તે ટલીક સામર્થતા પણ ધરાવે છે, તો પુત્રઉત્પત્તિ નિમિત્તે તેને કાંઈ પૂછવું જોઈએ. બીજા પ્રધાને પિતાનો અભિપ્રાય જણાવ્યો.
રાજાએ આદરપૂર્વક તે યોગીને સભામાં બોલાવ્યો અને નમ્રતાથી પ્રશ્ન કર્યો કે,-સ્વામીજી! આપ ક્યાંથી આવો છો ? અને -કઈ તરફ જવા ધારે છે ?
યોગી--હું હમણ શ્રીપર્વતથી આવું છું અને ઉત્તરાપથમાં જાલંધર તરફ જવા ધારું છું. ' - રાજા-અમને કાંઈપણ ચમત્કાર બતાવશે ?
યોગીએ તરત જ અગ્નિસ્થંભ કરવા પ્રમુખ કેટલાક પ્રયોગ કરી બતાવ્યા.
રાજા–આ બાલક્રીડા જેવા પ્રયોગથી અમને સંતોષ થઈ શકે તેમ નથી. પુત્રપ્રાપ્તિ થઈ શકે તેવો કોઈ ઉપાય હોય તે બતાવે.
યોગી––હે તે કામ મને શું ગણતરીમાં છે? પણ મંત્રસિદ્ધિથી તે કામ થઈ શકે તેમ છે. મંત્રસિદ્ધિ માટે ઉત્તરસાધકની જરૂર અગત્યની છે. તે ઉત્તરસાધક તરીકે તમે થાઓ તો આ કામ જદીથી સિદ્ધ થાય.