________________
(૨૦૦૪)
એક મુનિએ નમ્રતાથી જણાવ્યું. પ્રભુ! મેરૂપર્વત પર જવાનું મારામાં સામર્થ્ય છે પણ પાછા આવવાની શક્તિ મારામાં નથી.
ગુરૂએ કહ્યું. વત્સ! તું જલદી ત્યાં જા. વિનુકુમાર તને અહીં પાછો લાવશે. ગુરૂનો આદેશ થતાં જ તે મુનિ આકાશમાર્ગે મેરૂપર્વત પર જઈ પહેચો. મુનિને આવતાં દેખી, વિનુકુમાર વિચારવા લાગ્યો કે-નિચે કોઈ મહાન વિપત્તિ સંધ સમુદાય પર આવી પડી છે, નહિંતર ચોમાસામાં સાધુ અહીં આવે નહિં.
મુનિએ પણ વિનુકુમારને નમસ્કાર–વંદન કરી ગુરૂ સંબંધી કાર્ય નિવેદિત કર્યું. તે સાંભળતાં જ તે મુનિને સાથે લઈ, એક ક્ષણ વારમાં વિષ્ણુકુમાર હસ્તીનાપુરમાં ગુરુ પાસે આવ્યા.
ગુરુએ કહ્યું. વત્સ! મુનિઓને માથે આ પ્રકારની વિપત્તિ આવી પડી છે. તું પોતે જ્ઞાની છે. આ ઠેકાણે જેમ યોગ્ય લાગે તેમ કરવાની મારી આજ્ઞા છે. તે સાંભળી, ગુરુને નમન કરી, કેટલાંક - સાધુ સાથે વિષ્ણુકુમાર રાજસભામાં આવ્યા.
વિષ્ણુકુમારને જોતાં જ મમુચી સિવાય સામંત, મંત્રી સર્વ સભાજનેએ ઊભા થઈ નમસ્કાર કર્યો.
વિનુકુમારે પિતાની મૃદુ વાણીથી નમુચીને ધર્મ સંભળાવ્યો અને છેવટમાં જણાવ્યું કે-રાજન ! આ મુનિઓ તમારા શહેરમાં ચાતુર્માસ રહ્યા છે. તેઓને રહેવા માટે રજા આપવી જોઈએ. માસામાં તેમને વિહાર કરે કલ્પત નથી. વળી પૂર્વના ભરત, સગરાદિ અનેક રાજાઓએ મુનિઓનું પૂજન યાને સન્માન કરેલું છે. શ્રમણોનું રક્ષણ કરવાથી તેમના કરેલા તપને ષષાંશ (છઠ્ઠો ભાગ) રાજાને મળે છે. ચેમાસામાં ઝીણા જીવની ઉત્પત્તિ વિશેષ થવાથી, તેમની વિરાધના થવાના ભયથી તેઓ વિહાર કરતા નથી. વર્ષાકાળ પૂર્ણ થવાથી -તેઓ પિતાની મેળે જ અન્ય સ્થળે ચાલ્યા જશે. ઇત્યાદિ મધુર વ