________________
(૨૩)
મીઠાં વચનથી વધાવ્યો. જૈન મુનિઓને નહિં આવ્યા જાણું તેના પૂર્વના ક્રોધાગ્નિમાં આહુતી આપ્યા બરાબર થયું. તે મુનિની વસ્તીના, દાર આગળ આવ્યો અને બોલવા લાગ્યો. ' અરે જૈન મુનિઓ ! તમે લોકસ્થિતિને પણું જાણતા નથી અને મારી નિંદા કરી છે ?
- આચાર્યશ્રીએ કહ્યું. અમે અંતિથીઓને લેકિરીતિ પ્રમાણે વપનાદિ કરવાનું યોગ્ય નથી. તેમ અમે કોઈની નિંદા કરતા નથી. તેમાં રાજાદિકની તે કોઈપણ પ્રકારે નિંદા ન કરવી, પણ ઊલટું તેઓનું ભલું ઇચ્છવું, એમ અમારા ધર્માચાર્યનું ફરમાન છે.
ગુરૂનું વચન નહિં સાંભળ્યું તેમ કરી, કપાશથી નમુચી બેલી ઊઠયો. મને તમારા ભલા ઈચ્છવાની કાંઈ દરકાર નથી. મારે દેશ મૂકી તમે અહીંથી ચાલ્યા જાઓ. જે સાત દિવસની અંદર કોઈ પણ મુનિને દેખીશ તો હું તેને જીવથી મારી નંખાવીશ. આ પ્રમાણે આદેશ કરી નેમુચી ત્યાંથી ચાલે ગયો.
આ વાતની સંધને ખબર પડવાથી તેમણે નમુચી પાસે જઈ, મુનિઓના આચારાદિ વિષે જણાવી, પિતાનું ફરમાન પાછું ફેરવવા જણાવ્યું. નમુચીએ તેમને અનાદર કરી રજા આપી.
આચાર્યશ્રીએ ત્યાં ચાતુર્માસ રહેલા સર્વ સાધુ સમુદાયને બોલાવ્યા અને કહ્યું કે-મહામુનિએ જેઓની પાસે કોઈ પણ પ્રકારની લબ્ધિ હોય તે શ્રમણુસંધના રક્ષણને અર્થે અત્યારે ફેરવવાની તમને રજા આપવામાં આવે છે. લબ્ધિ ફેરવવાને અત્યારે અનિછાએ પ્રસંગ આવી પડ્યો છે.
મુનિઓએ વિચાર કરી જણાવ્યું. પ્રભુ ! છ હજાર વર્ષથી તપશ્ચર્યા કરનાર અનેક લબ્ધિવાન મહામુનિ વિષ્ણુકુમાર આ કાર્યને માટે સમર્થ છે.
• ગુરૂશ્રીએ કહ્યું-હા, ખરી વાત છે પણ તે તે અત્યારે મેરૂપર્વત પર ધ્યાનમાં છે. તેને અહીં કોણ બોલાવશે?