________________
( ર૦૫).
નીવડે તે મુનિએ નમુચિને ઘણો સમજાવ્યો. પણ મિથ્યાત્વથી આચ્છાદિત બુદ્ધિવાળા તેણે પિતાનો કદાગ્રહ ન જ મૂકો.
વિશેષમાં તેણે કહ્યું. પાપ, પુન્યમાં તમે સમજો. મને તમારા અષ્ટાંશની કોઈ દરકાર નથી. મારો દેશ મૂકી હમણું જ ચાલ્યા જાઓ..
વિષ્ણુકુમારે કહ્યું. જે તમારી મરજી હોય તો શહેરની બહાર ઉદ્યાનમાં રહી વર્ષાકાળ સંબંધી અવશેષ દિવસે પૂર્ણ કરે.
લાલ નેત્રો કરી નમુચી છે . અરે ! વધારે કહેવા સાંભળ-. વાની હું જરૂર ધારતો નથી. હું તેમનો ગંધ પણ સહન નહિં કરૂં
જીવિતવ્યની ઈચ્છા હોય તો તત્કાળ મારો દેશ મૂકી ચાલ્યા જાઓ. નહિંતર ચેરની માફક તમે સર્વને હું મારી નાખીશ.
નમુચીનાં છેવટનાં વચન સાંભળી વિનુકુમાર મુનિને ક્રોધઅગ્નિ સ્ફરવા લાગ્યો. અરે ! મને રહેવા માટે તો જગ્યા આપીશને? નમુચિએ કહ્યું-તને રહેવા માટે ત્રણ પગ રહી શકે તેટલી જંગ્યા. (રાજાનો ભાઈ હેવાથી ) આપું છું. આ ત્રણ પગથી બહાર નીકળે તો તારા પણ પ્રાણ તત્કાળ લેવામાં આવશે.
“ઠીક છે આ પ્રમાણે કહેતાંની સાથે જ વિનુકુમારે વક્રિય લબ્ધિ-. થી પિતાનું શરીર વધારવા માંડ્યું. પગના આઘાતથી પદ્મની માફક મેદિનીને કંપાવત, પ્રલયકાળના સમુદ્રની માફક સમુદ્રને ઉછાળતો, પગની પહેલાઈથી સેતુબંધની માફક નદીઓના પાણીને પાછાં હઠાવત, શરીરની ઉંચાઈથી જ્યોતિષચક્રને કાંકરાની માફક ફેંકત, વલ્મીકનાં શિખરો રાફડા)ની માફક પર્વતના શિખરને વિદાર, સૂર, અસુરને ભય ઉત્પન્ન કરતો મેરૂ પર્વત સમાન તે વૃદ્ધિ પામે.
નમુચિને પૃથ્વી પર પટકી, બહુ રૂપધારી, ત્રણ ભુવનને પણ ક્ષોભ પમાડતા, પૂર્વ, પશ્ચિમ સમુદ્ર પર પગ મૂકી, તે મુનિ ઊભો રહ્યો.
વિકુમાર મુનિના કેપથી ત્રણ ભુવનને લેભ થયેલો જાણી, ઈન્દ્ર મહારાજે તેને કોપ શાંત કરવા કેટલીક અસરાઓને મોકલાવી.