________________
(૧૭)
જન્મ આપે. નાના પ્રકારની કળાઓમાં પ્રવીણ થઈ અને કુમારો યુવાવસ્થા પામ્યા. વિષ્ણુકુમાર રવભાવથી જ વિષયોથી પરાસુખ અને રાજ્ય ગ્રહણ કરવામાં અનાદરવાળો હતો. આ કારણથી રાજાએ મહાપદ્મકુમારને યુવરાજપદે સ્થાપન કર્યો.
એ અરસામાં અવંતિ નગરીમાં શ્રીવ રાજા રાજ્ય કરતો હતો. તેને નપુચી નામને પ્રધાન હતો.
એક વખત મુનિસુવ્રત તીર્થાધિપતિના શિષ્ય અવતાચાર્ય નામના આચાર્ય અનેક શિષ્યના પરિવારે નગરી બહાર ઉધાનમાં આવી ઉતર્યા. તેમને વંદન કરવા નિમિત્તે જતાં અનેક મનુષ્યોને દેખી રાજાએ પ્રધાનને પૂછયું. આ સર્વ લોકો કયાં જાય છે ? તેણે કહ્યું–રાજન ! નગરના ઉધાનમાં કેટલાક શ્રમણે આવી રહ્યા છે. તેમને વંદન કરવા માટે આ સર્વ મૂઢ લોકો જાય છે. રાજાએ કહ્યું એમ કેમ ? તેઓ મૂઢ શા માટે ? હું પણ તે ગુરુ પાસે ધર્મશ્રવણ નિમિત્તે જઈશ.
પ્રધાને કહ્યું. નહિ મહારાજ ! તેઓ શું જાણે છે ? કાંઈ નહિ, હું જ આપને અહીં ધર્મ સંભળાવું.
રાજાએ કહ્યું. નહિં, નહિં, તે ગુરુ પાસે જ જઈશું.
મંત્રીએ કહ્યું. આપની જેવી મરજી.. ત્યાં જઈને આપ મધ્યસ્થભાવે રહેજે. વાદની અંદર તે સર્વ શ્રમણોને હું પરાજય કરીશ. આ પ્રમાણે નિશ્ચય કરી રાજાની સાથે પ્રધાન ઉદ્યાનમાં આવ્યું. મંત્રી ઉદ્ધતાઈથી ગુરૂશ્રીને ઉદ્દેશીને બે. શું આજ વ્રતધારી છે કે ? ગુશ્રીએ ગંભીરતાથી કાંઈ પણ ઉત્તર ન આપ્યો.
પ્રધાન-બળદની માફક આ શું જાણે છે ? અર્થાત કાંઈ નહિ. વગર પ્રયોજને આવા કટાક્ષનાં વચને બોલતો જાણી આચાર્યશ્રીએ કહ્યું–પ્રધાન ! જે તમારી જીભને ખરજ આવતી હોય તે પ્રશ્ન કરે, તેને ઉત્તર હું આપું છું. - આચાર્યશ્રીનું વચન પૂરું થતાં જ એક ક્ષુલ્લક (નાનો શિષ્ય )