________________
(૧૯) ब्रह्मचर्य तपोयुक्ता समलेष्टु कांचनाः। सर्वभूतदयावंतो ब्राह्मणाः सर्वजातिषु ॥ १ ॥
બ્રહ્મચર્ય પાળનાર, તપશ્ચરણ કરનાર, પથ્થર અને સુવર્ણમાં સમદષ્ટિવાળા અને સર્વ પ્રાણીઓની દયાવાળા મનુષ્યો સર્વ જાતિઓમાં બ્રાહ્મણ છે. અર્થાત આ પ્રમાણે વર્તન કરનાર ગમે તે જાતિમાં ઉત્પન્ન થયા હોય પણ તે બ્રાહ્મણ કહેવાય છે. •
(બ્રહ્મચર્ય સિવાય બ્રાહ્મણ શાને?) ब्रह्मचर्य भवेन्मूलं सर्वेषां धर्मचारिणां ॥ ब्रह्मचर्यस्य मंगे न व्रताः सर्वे निरर्थकाः ॥ १॥ ..
ધર્માચરણ કરવાવાળા સર્વ દર્શનકારોનું મૂળ બ્રહ્મચર્ય છે. તે બ્રહ્મચર્ય ભંગ કરનાર મનુષ્યના સર્વ વ્રત નિરર્થક છે. જેઓ મન, વચન, કાયાવડે પવિત્ર બ્રહ્મચર્ય પાળે છે તે દેવોને પણ પૂજનિક છે. તે જ પવિત્ર અને ઉત્તમ મંગળ સમાન છે. સારી રીતે રક્ષણ કરાયેલું બ્રહ્મચર્ય, સર્વ આચારમાં ઉત્તમ આચાર છે. સર્વ વ્રતોમાં ઉત્તમ વ્રત તે જ છે અને સર્વ ધ્યાનમાં ઉત્તમ ધ્યાન તે છે. કહ્યું છે કે –
शुचिर्भूमिगतं तोयं शुचिनारी पतिव्रता ॥...
शुचिधर्मपरो राजा ब्रह्मचारी सदा शुचिः ।। १॥ - જમીન પર પડેલું પાણી પવિત્ર છે. સ્ત્રી પ્રતિવતા હોય તે પવિત્ર કહેવાય છે. ધર્મમાં તત્પર હોય તે રાજા પવિત્ર છે, પણ બ્રહ્મચારી તે નિરંતર પવિત્ર છે. સત્ય બોલવું, તપ કર, ઇક્રિયાને નિગ્રહ. કરવો અને સર્વ જીવોની દયા કરવી આ ચાર પવિત્ર પ્રથમ છે. અને પાણીથી, શૌચ કરવું તે તે પાંચમું શૌચ છે. આ ચાર સૌચ વિના પાણીથી સ્નાન કરી પવિત્રતા માનવી તે નિરર્થક છે. કાં છે કે