________________
(૨૦૦)
नोदकक्लिनगात्रोऽपि स्नान इत्यभिधीयते ॥
स स्नातो यो दमस्नातः स बाह्याभ्यंतरः शुचिः ॥ १ ॥
પાણીથી ભીંજાયેલ શરીરવાળાને સ્નાન કરેલેા કહી શકાય નહિ, પણ જેણે ઇન્દ્રિયાને દમી છે, સ્વાધીન કરી છે, તે સ્નાન કરેલા કહી શકાય-અને તે જ ખાર્થે તથા અભ્યંતરથી પવિત્ર છે.
ત્યાદિ શાસ્ત્ર યુક્ત, યુક્તિપૂર્યાંક સારભૂત વચનેનાવડે,અનેક વિદ્યાનાની સન્મુખ. આ ક્ષુલ્લક શિષ્યે પ્રધાનને નિરુત્તર કરી દીધા.
યુક્તાયુક્તને વિચાર નહિ" કરનાર પ્રધન, નિરુત્તર થતાં રાજા તરફથી ધણી લજ્જા પામ્યા. તે અવસરે તેા પેાતાના મુકામ તરફ તે ચાણૈા ગયા. પણ રાત્રી પડતાં સાધુઓના વધ કરવા માટે તે પહે ઉદ્યાનમાં આવ્યેા. શાસનાધિષ્ટાતા વીએ તેને ત્યાં જ થંભાવી દીધા. પ્રાતઃકાળ થતાં રાજાપ્રમુખ સર્વ મનુષ્યાએ તેને તેવી હાલતમાં દીઠે. દેવા પણ સત્યને સહાય આપે છે તે દેખી અનેક મનુષ્યા ધને આધ પામ્યા. રાજાએ પ્રધાનનું અપમાન કરી રાજ્યમાંથી કાઢી મૂકયા.
પૃથ્વીતળ પર ભમતાં ભમતાં તે હસ્તિનાપુરમાં આવ્યેા. મહાપદ્મકુમારે તેને પ્રધાન તરીકે પોતાની પાસે રાખ્યા.
એક વખત પેાતાના રાજ્યની નજીકમાં રહેનાર સિંહુબળ નામના કિલ્લાના બળવાળા રાજાએ મહાપદ્મકુમારની દેખરેખવાળા દેશમાં લૂટફ્ટ કરી ત્રાસ વર્તાવ્યેા. મહાપદ્મકુમારે તેને સ્વાધીન કરવા માટે નમુી પ્રધાનને આદેશ આપ્યા. નસુચીએ તેને કિલ્લો તેડી નાખ્યા અને સિદ્ધબળને જીવતા પકડી મહાપદ્ભકુમારની આગળ લાવી મૂકયા. મહાપદ્મકુમારે ખુશી થઈ નમુચીને કાંઈ પણ માગવા ‘માટે જણાવ્યું. પ્રધાને જણાવ્યું—આ આપનું વચન હાલ આપની પાસે રાખા. મને જરૂર હશે તે અવસરે માંગીશ. કુમારે તેમ કરવાને ખુશી બતાવી.