________________
(૧૯) વચમાં બોલી ઊઠય. અરે ગર્વિષ્ટ ! ગુરુમહારાજ તે તમને પ્રત્યુત્તર આપશે જ પણ મારા જેવા તેમના અનુચરો પણ તમારા પ્રશ્નને ઉત્તર આપવાને સમર્થ છે, માટે તમે પૂર્વપક્ષ ગ્રહણ કરે. તેને ઉત્તર આપું છું.
- પ્રધાન તમે શ્રુતિથી બાથ છે તેમજ અશુચિવાનું છે, તેથી, તમારી સાથે મારા જેવાએ બેસવું પણ યોગ્ય નથી, તે વાની તો વાત જ શી કરવી ?
ભુલક-તમારી માન્યતાવાળાં શાસ્ત્રના આધારે જ અમે બ્રાહ્મણ છીએ. તેમજ પવિત્ર છીએ. હું તે જ બતાવી આપું છું. તમે સાવધાન થઇને સાંભળો. શાસ્ત્રમાં બ્રાહ્મણનું સ્વરૂપ શું કહ્યું છે ?
सत्यं ब्रह्म तपो ब्रह्म ब्रह्मश्चेद्रियनिग्रहः ॥ .
सर्वभूतदया ब्रह्म एतत्ब्राह्मणलक्षणं ॥१॥
સત્ય બોલવું તે બ્રહ્મ છે. તપ કરે તે બ્રહ્મ છે. ઈદ્રિયોને નિગ્રહ કર તે બ્રહ્મ છે અને સર્વ ભૂત-પ્રાણુઓની દયા કરવી તે બ્રહ્મ છે. આ લક્ષણે જે મનુષ્યમાં હોય તે બ્રાહ્મણ છે. '
આ ચારે લક્ષણે અમારામાં છે માટે અમે જ બ્રાહ્મણ છીએ. (પવિત્રતાનું લક્ષણ તમારા શાસ્ત્રમાં આ પ્રમાણે કહ્યું છે.)
पंचैतानि पवित्राणि सर्वेषां धर्मचारिणां ।
अहिंसा सत्यमस्तेयं त्यागो मैथुनवर्जनं ॥१॥ - છની હિંસા ન કરવી. ૧. સત્ય બેલવું ૨. ચેરી નહિં કરવી. ૩. સર્વ દ્રવ્યાદિનો ત્યાગ કરવો. ૪ અને બ્રહ્મચર્ય પાલન કરવું: ૫-આ પાંચ સર્વ ધર્મ આચરણ કરવાવાળાઓનાં પવિત્ર છે." - આ પાંચ પવિત્રો અમારામાં હોવાથી અમે નિરંતર પવિત્ર છીએ. (બ્રાહ્મણની જાતિમાં જન્મે તેને જ બ્રાહ્મણ કહે તે કાંઈ નિયમ નથી) શાસ્ત્ર શું કહે છે?